T20 World Cup 2021: છેલ્લો ટી20 વર્લ્ડ કપ રમનાર ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લઈ લીધી છે નિવૃત્તિ
એમએસ ધોનીએ 2007 થી 2016 દરમિયાન રમાયેલી આઈસીસી ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું.

T20 World Cup News: આ વખતે આઈસીસી ટી 20 વર્લ્ડ કપનું આયોજન યુએઈ અને ઓમાનમાં થઈ રહ્યું છે. વિરાટ કોહલી ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. છેલ્લી વખત ટી -20 વર્લ્ડ કપ ભારતમાં 2016 માં રમાયો હતો, જેમાં મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) કેપ્ટન હતા. તે સમયે ટીમ સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગઈ હતી અને તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું હતું. આ વર્લ્ડ કપ 2020 માં થવાનો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે તેને ગયા વર્ષે મુલતવી રાખવામાં આવ્યો હતો. આજે અમે તમને ટીમ ઈન્ડિયાના આવા 3 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ, જે ગત વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતા, પરંતુ હવે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે.
એમએસ ધોની (MS Dhoni)
એમએસ ધોનીએ 2007 થી 2016 દરમિયાન રમાયેલી આઈસીસી ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. તેણે 2016 માં ટીમનું નેતૃત્વ કર્યું હતું. જોકે, 15 ઓગસ્ટ 2020 ના રોજ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ વખતે ધોની ટીમના માર્ગદર્શક તરીકે જોડાયેલો છે અને નવી ભૂમિકામાં છે.
સુરેશ રૈના (Suresh Raina)
સુરેશ રૈનાને વર્ષ 2016 માં ભારતીય ટીમ માટે તેની છેલ્લી ટી 20 વર્લ્ડ કપની મેચ (સેમીફાઇનલ) માં બેટિંગ કરવાની તક મળી ન હતી. જોકે, તેણે ટીમને સેમિફાઇનલમાં લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રૈનાએ 15 ઓગસ્ટ 2020 ના રોજ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
આશિષ નેહરા (Ashish Nehra)
આશિષ નેહરા એકમાત્ર ભારતીય બોલર હતો જેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી -20 વર્લ્ડ કપ 2016 સેમીફાઈનલમાં સારો સ્પેલ કર્યો હતો. ડાબા હાથના ઝડપી બોલરે તેની ચાર ઓવરમાં માત્ર 24 રન આપ્યા અને માર્લોન સેમ્યુઅલ્સની વિકેટ લીધી. નહેરાએ નવેમ્બર 2017 માં નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. ભારતીય ફાસ્ટ બોલરે પોતાની છેલ્લી ટી 20 મેચ ન્યૂઝીલેન્ડ સામે દિલ્હીમાં રમી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોચિંગ અને કોમેન્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
