Watch: નોટ આઉટ હતો વિરાટ? આઉટ આપતા જ અમ્પાયર પર લાલઘૂમ થયો કોહલી, નો બોલને લઈને થયો જબરો વિવાદ
KKR vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ રમતા રમતા 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જ્યારે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરવા આવ્યા ત્યારે તેઓએ ટીમને વિસ્ફોટક શરૂઆત આપી.
KKR vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ રમતા રમતા 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જ્યારે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરવા આવ્યા ત્યારે તેઓએ ટીમને વિસ્ફોટક શરૂઆત આપી. પરંતુ જ્યારે વિરાટ કોહલી ત્રીજી ઓવરમાં આઉટ થયો ત્યારે મોટો વિવાદ સર્જાયો હતો. વાસ્તવમાં હર્ષિત રાણા બોલિંગ કરી રહ્યો હતો, પરંતુ તેણે ઓવરના પહેલા જ બોલ પર ફુલ-ટોસ ફેંક્યો. કોહલીએ બેટથી બોલને રોક્યો, જેના કારણે બોલ હવામાં ઉછળ્યો. કેચ પૂરો થયા પછી, કોહલીએ તરત જ ડીઆરએસની માંગ કરી કારણ કે તેને લાગ્યું કે તે નો-બોલ છે.
Angry mode of Virat Kohli 🔥
— Wellu (@Wellutwt) April 21, 2024
Third umpire❌️
Third class umpire ✅️#RCBvsKKR #KKRvRCBpic.twitter.com/77zfzoA67w
વિરાટ કોહલી કેમ ગુસ્સે થયો?
હર્ષિત રાણાએ ત્રીજી ઓવરનો પ્રથમ બોલ ફુલ-ટોસ ફેંક્યો હતો. વિરાટ કોહલીને આશા ન હતી કે બોલ ફુલ-ટૉસ હશે, તેથી તેણે બેટ અડાડી દીધુ અને હવામાં ઉછળી ગયો. હર્ષિતે કેચ તો લીધો હતો, પરંતુ અમ્પાયરો દ્વારા આ બોલની સમીક્ષા પણ કરવામાં આવી હતી. કોહલીને ખાતરી હતી કે બોલ નો-બોલ છે, પરંતુ જ્યારે ગ્રાફિક્સમાં જોવામાં આવે તો બોલની ઊંચાઈ નો-બોલ લાઇનથી નીચે હતી. આ બધું જોઈને કોહલીએ મેદાન પર હાજર અમ્પાયર સાથે ઘણી દલીલ કરી હતી.
કોહલીનું આઉટ થવું પણ વિવાદનું કારણ બન્યું
કારણ કે જ્યારે તેનો કેચ હવામાં ઉછળ્યો ત્યારે કોહલી ક્રિઝની બહાર ઊભો હતો. ગ્રાફિક્સને જોતા, કોમેન્ટેટર્સે એવો પણ દાવો કર્યો હતો કે જો કોહલી ક્રિઝની બહાર ન આવ્યો હોત, તો બોલ નો-બોલ માટે નિર્ધારિત ઊંચાઈથી નીચે જ રહ્યો હોત. આ હોવા છતાં, જ્યારે ટીવી અમ્પાયરે નિર્ણય જાહેર કર્યો, ત્યારે પણ કોહલી માથું હલાવીને ડગઆઉટ તરફ ચાલ્યો ગયો. આ વિવાદે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ અને બોલ ટ્રેકિંગ સિસ્ટમ પર સવાલો ઉભા કર્યા છે. કોહલી મેદાન છોડ્યા બાદ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ અમ્પાયરને પૂછતા જોવા મળ્યા કે આ બધું કેવી રીતે થયું.
આરસીબીને 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો
પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે કેપ્ટન શ્રેયસની અડધી સદી અને ફિલ સોલ્ટ અને રમનદીપ સિંહની ઝડપી ઈનિંગ્સની મદદથી RCBને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ KKR 20 ઓવરમાં છ વિકેટે 222 રન કરી શક્યું હતું.