શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સાહાને વોટ્સઅપ પર ધમકી આપનાર પત્રકાર બચી જશે? જાણો સાહાએ પત્રકારનું નામ આપવાની ના કેમ પાડી

ક્રિકેટર રિદ્ધિમાન સાહાને થોડા દિવસો પહેલાં એક પત્રકારે વોટ્સઅપ પર ધમકી ભર્યા મેસેજ કર્યા હતા. હવે રિદ્ધિમાન સાહાએ કહ્યું છે કે, તે પત્રકારના નામનો ખુલાસો નહી કરે.

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન રિદ્ધિમાન સાહાને થોડા દિવસો પહેલાં પત્રકારે ધમકી ભર્યા મેસેજ કર્યા હતા હવે રિદ્ધિમાન સાહાએ કહ્યું છે કે તેઓ એ પત્રકારના નામનો ખુલાસો નહી કરે. સાહાનું કહેવું છે કે, તેઓ કોઈનું કરિયર બરબાદ નથી કરવા ઈચ્છતો. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ સાહાને એ પત્રકારનું નામ સાર્વજનિક કરવા માટે અનુરોધ કર્યો હતો. સોમવારે BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલનું પણ આ મામલે નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રિદ્ધિમાન સાહા સાથે થયેલી ઘટનાની પૂરી જાણકારી બોર્ડ મેળવશે અને બોર્ડ સચિવ જય શાહ રિદ્ધિમાન સાથે વાત કરશે. જો કે હજી સુધી BCCIએ રિદ્ધિમાન સાથે કોઈ વાતચીત નથી કરી. 

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં સાહાએ જણાવ્યું કે, BCCIએ મારી સાથે આ મામલે કોઈ વાત નથી કરી. જો તેઓ મને તે પત્રકારનું નામ પુછશે તો હું કહીશ કે, "મારું લક્ષ્ય કોઈનું કરિયર બરબાદ કરવાનું નથી. એટલા માટે મેં મારા ટ્વિટમાં પણ નામનો ખુલાસો નથી કર્યો. આ મારા માતા-પિતાનું શિક્ષણ નથી. મારા ટ્વિટ કરવાનો હેતુ એ જણાવવાનો હતો કે મીડિયામાં કોઈ છે જે આવા પ્રકારનું કામ કરે છે"

સાહાએ એ પણ કહ્યું કે, તેમણે ટ્વિટ એટલા માટે કર્યું કેમકે તે નથી ઈચ્છતો કે ખિલાડી આવા પ્રકારની ચીજોનો સામનો કરે. સાહાએ કહ્યું કે, "હું એ સંદેશ આપવા માંગતો હતો કે જે પણ થયું એ ખોટું થયુ અને કોઈએ પણ આવું ફરીથી ના કરવું જોઈએ."

શું હતો મામલોઃ

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ બાદ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ટીમ મેનેજમેન્ટે રિદ્ધિમાન સાહાને આગળ મોકો ના આપવા માટે મન બનાવી લીધું હતું. એ બાદ સાહાએ રણજી ટીમમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ મુદ્દે એક પત્રકાર સાહાનું ઈન્ટરવ્યું કરવા ઈચ્છતો હતો. પત્રકારે સાહાને મેસેજ કર્યો અને કોલ પણ કર્યો હતો. પરંતુ સાહાએ આનો કોઈ જવાબ આપ્યો ન હતો. જે બાદ પત્રકારે વોટ્સઅપ પર સાહાને ધમકી આપી હતી. 

રિદ્ધિમાન સાહાએ શનિવારે એક ટ્વિટ કરીને પોતાને પત્રકાર દ્વારા વોટ્સઅપ પર મળેલી ધમકીનો સ્ક્રિનશોટ શેર કર્યો હતો. આ બાદ આકાશ ચોપડા, હરભજન સિંહ, પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સહિતના લોકો સાહાના સમર્થનમાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Embed widget