Euro 2024 : ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં જીત્યા, સેમિ ફાઇનલમાં થશે ટક્કર
બીજી સેમિ ફાઈનલ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 11 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર સવારે 12.30 કલાકે રમાશે. ઇંગ્લેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટ્ઝર્લેન્ડને 5-3થી, નેધરલેન્ડે તુર્કીને 2-1થી હરાવ્યું હતું.
Euro 2024: યુરો 2024 તેના અંતિમ તબક્કામાં છે અને ઓલિમ્પિયાસ્ટેડિયન બર્લિન ખાતે 14 જૂને ફાઇનલ મુકાબલો યોજાશે. સેમી ફાઇનલમાં પહોંચનારી ટીમો ત્રણ વખતની વિજેતા સ્પેન, યુરો 2016ની ઉપવિજેતા ફ્રાન્સ, યુરો 2020ની ઉપવિજેતા ઈંગ્લેન્ડ અને યૂરો 1988ની વિજેતા નેધરલેન્ડ છે. કે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ 10 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર સવારે 12.30 વાગ્યે રમાશે. છેલ્લી ક્ષણોમાં મિકેલ મેરિનો દ્વારા કરવામાં આવેલા ગોલને કારણે સ્પેને યુરો 2024ની રોમાંચક ક્વાર્ટર ફાઈનલ મેચમાં યજમાન જર્મનીને 2-1થી હરાવ્યું. જ્યારે ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલને પેનલ્ટી પર હરાવ્યું હતું.
બીજી સેમિ ફાઈનલ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 11 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર સવારે 12.30 કલાકે રમાશે. ઇંગ્લેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટ્ઝર્લેન્ડને 5-3થી હરાવ્યું હતું. આ સિવાય નેધરલેન્ડે ક્વાર્ટર ફાઈનલ મેચમાં તુર્કીને 2-1થી હરાવ્યું હતું.
✅ Semi-final confirmed: Netherlands vs England 🇳🇱🏴#EURO2024 pic.twitter.com/5pkADICuPz
— UEFA EURO 2024 (@EURO2024) July 6, 2024
નેધરલેન્ડ્સે બીજા હાફમાં સાત મિનિટમાં બે ગોલ કરીને શનિવારે તુર્કીને 2-1થી હરાવ્યું હતું અને યુરો 2024 સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટક્કર થશે. પ્રથમ હાફમાં સમેત અકાયદિને તુર્કીને લીડ અપાવી હતી પરંતુ નેધરલેન્ડ માટે સ્ટેફન ડી વ્રિસે બરોબરી કરી હતી અને 76મી મિનિટ બાદ કોડી ગાકપોના દબાણમાં મર્ટ મુલદુરે ડચ ટીમને વિજય અપાવ્યો હતો. બર્લિનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન ઓલિમ્પિયાસ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યા હતા, હજારો ચાહકો સાથે તેમણે ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. નેધરલેન્ડ 2004 પછી પ્રથમ વખત યુરો સેમિ-ફાઈનલમાં પહોંચ્યું હતું.
🥁 Introducing your final four...
— UEFA EURO 2024 (@EURO2024) July 6, 2024
🇪🇸 Spain
🇫🇷 France
🇳🇱 Netherlands
🏴 England
Who wins it? 🤔#EURO2024 pic.twitter.com/vkQOd2Yb0x