(Source: ECI/ABP News/ABP Majha)
FIFA WC 2022: વિન્સેંટ અબૂબકરને મેદાન પર શર્ટ ઉતારવો ભારે પડ્યો, રેફરીએ બતાવ્યું યલ્લો કાર્ડ, VIDEO
ફીફા વર્લ્ડ કપમાં, 2 ડિસેમ્બરે, ગ્રુપ જીમાં બ્રાઝિલ અને કેમરૂન વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કેમરૂને બ્રાઝિલને 1-0થી હરાવ્યું હતું.
Vincent Aboubakar Cameroon vs Brazil: ફીફા વર્લ્ડ કપમાં, 2 ડિસેમ્બરે, ગ્રુપ જીમાં બ્રાઝિલ અને કેમરૂન વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કેમરૂને બ્રાઝિલને 1-0થી હરાવ્યું હતું. કેમરૂન વિશ્વ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટમાં બ્રાઝિલને હરાવનારી પ્રથમ આફ્રિકન ટીમ બની. જો કે આ ઐતિહાસિક જીત છતાં તે અંતિમ 16માં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ટીમ ગ્રુપ જીમાં ત્રીજા સ્થાને રહી હતી. આ જીતની મજા ત્યારે ખરાબ થઈ ગઈ જ્યારે મેચ રેફરીએ કેમરૂનના કેપ્ટન વિન્સેન્ટ અબુબકરને યલો કાર્ડ બતાવ્યું.
બ્રાઝિલ સામેની ઐતિહાસિક મેચમાં કેમરૂનને જીત અપાવવામાં કેપ્ટન વિન્સેન્ટ અબુબકરે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. બંને દેશો એકબીજા સામે ગોલ કરવા ઉત્સુક હતા પરંતુ સફળતા મળી ન હતી. પ્રથમ હાફ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થયો હતો. આ પછી છેલ્લા હાફની રમત શરૂ થઈ. આમાં પણ બંને ટીમોએ એકબીજા સામે ગોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. 90મી મિનિટની રમત ચાલુ હતી. આ દરમિયાન કેમેરૂનના ખેલાડી જેરોમ એનગોમ એમ્બેકેલીએ ગોલમાં મદદ કરી હતી. જેને અબુબકરે શાનદાર શોટ દ્વારા ગોલમાં પરિવર્તિત કર્યો હતો. આ મેચનો આ એકમાત્ર ગોલ હતો. ગોલની ઉજવણીમાં અબુબકરે મેદાન પર પોતાનું શર્ટ ઉતાર્યું હતું. જે બાદ રેફરીએ તેને યલ્લો કાર્ડ બતાવ્યું હતું.
What a moment for Vincent Aboubackar🤯 Congrats Abubakar for making Africa proud.
— 🅿🅰🅽 🅰🅵🆁🅸🅲🅰🅽🅾 (@PanAfricology) December 3, 2022
LMAO the Ref dapped him up before sending him off he really is THAT DAWG.
It is what it is😅 That’s the coolest red card I’ve ever seen
Absolutely iconic behaviour pic.twitter.com/uttLKmLK84
કેમરૂન અંતિમ 16માં પહોંચી શક્યું નથી
આ ઐતિહાસિક જીત છતાં કેમરૂનની ટીમ અંતિમ 16માં પહોંચી શકી નથી. કેમરૂનની ટીમ ગ્રુપ જીમાં હતી. ગ્રૂપમાં અન્ય ટીમો બ્રાઝિલ, સ્વિટ્ઝર્લેન્ડ અને સર્બિયા હતી. કેમરૂને તેની ત્રણમાંથી એક મેચ જીતી હતી અને એક ડ્રો રહી હતી. આ રીતે તેણે ત્રણ પોઈન્ટ મેળવ્યા. જ્યારે બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડે તેમની ત્રણ મેચમાંથી 2-2થી જીત મેળવી હતી અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. આ સાથે જ સર્બિયાએ ત્રણમાંથી બે મેચ હારી અને એક ડ્રો રમી. તેને માત્ર એક પોઈન્ટ મળ્યો.