IPL 2024: મુંબઇ ઇન્ડિયન્સને લાગી શકે છે મોટો ઝટકો, આઇપીએલમાંથી બહાર થશે હાર્દિક પંડ્યા ?
તાજેતરમાં જ દુબઇમાં આઇપીએલની મિની ઓક્શ પુરી થઇ ચૂકી છે, અને દરેક ટીમો આગામી આઇપીએલ 2024 માટે તૈયાર થઇ ગઇ છે
Hardik Pandya Injury, IPL 2024: તાજેતરમાં જ દુબઇમાં આઇપીએલની મિની ઓક્શ પુરી થઇ ચૂકી છે, અને દરેક ટીમો આગામી આઇપીએલ 2024 માટે તૈયાર થઇ ગઇ છે. હવે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યા આ દિવસોમાં સતત સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે હાર્દિક પંડ્યાને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે. IPL પહેલા ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે, જેમાં હાર્દિક પંડ્યાનું બહાર થવું લગભગ નક્કી છે. હવે બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે હાર્દિક 2024 પહેલા જ આઈપીએલમાંથી બહાર થઈ શકે છે.
બીસીસીઆઈના એક સૂત્રએ સમાચાર એજન્સી 'પીટીઆઈ'ને જણાવ્યું કે હાર્દિક પંડ્યાની ઈજા ગંભીર છે અને તે આખી આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે. જો હાર્દિક IPLમાંથી બહાર થઈ જાય છે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તે મોટો ફટકો લાગશે, કારણ કે મુંબઈએ પહેલા તેની સાથે રોકડ સોદામાં - કેશડૉલમાં બિઝનેસ કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. જોકે, બીસીસીઆઈ કે મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી હાર્દિક પંડ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
વર્લ્ડકપ 2023માં થયો હતો ઇજાગ્રસ્ત
હાર્દિક તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડકપ 2023માં ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે રમાયેલી લીગ મેચમાં હાર્દિકને એડીમાં ઈજા થઈ હતી, જે બાદ તે હજુ સુધી સાજો થઈ શક્યો નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હાર્દિક પંડ્યા IPLમાં વાપસી કરી શકશે કે નહીં.
અત્યાર સુધી આવી રહી આઇપીએલ કેરિયર
નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 123 IPL મેચ રમી છે. આ મેચોની 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધીસદી ફટકારી છે. આ ઉપરાંત તેણે બૉલિંગમાં 33.26ની એવરેજથી 53 વિકેટ લીધી છે.