Delhi Police : ક્રિકેટરની પત્ની સાથે જાહેરમાં થઈ છેડતી, પોલીસે આપ્યો વિચિત્ર જવાબ
બે યુવકોએ સાચી મારવાહની કારનો પીછો કર્યો હતો અને કોઈ જ દેખીતા કારણ વગર તેને ટક્કર પણ મારી દીધી હતી. તેણે આ ઘટનાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Indian Cricketer wife Shocking : ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતીશ રાણાની પત્ની સાચી મારવાહને તાજેતરમાં દિલ્હીમાં એક કડવો અનુભવ થયો હતો. બે યુવકોએ સાચી મારવાહની કારનો પીછો કર્યો હતો અને કોઈ જ દેખીતા કારણ વગર તેને ટક્કર પણ મારી દીધી હતી. તેણે આ ઘટનાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હવે એવા અહેવાલ છે કે, દિલ્હી પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે 354, 354D સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસને આ મામલે મેઈલમાં ફરિયાદ મળી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે તે મોડલ ટાઉનમાં તેના ઘરે જઈ રહી હતી અને જ્યારે તે કીર્તિનગર પહોંચી ત્યારે માત્ર બે છોકરાઓએ તેને સ્ટોક કરી હતી. આ દરમિયાન છોકરાઓએ તેની કારને પણ ટક્કર મારી હતી. આ દરમિયાન સચીએ એક વીડિયો બનાવ્યો હતો.
સચી મારવાહના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે તે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન ટુ-વ્હીલર પર સવાર બદમાશોએ તેમનો પીછો શરૂ કર્યો હતો. ત્યારપછી તેઓએ કોઈપણ કારણ વગર તેના વાહનને ટક્કર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેણે દિલ્હી પોલીસને આ બાબતની જાણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને અપેક્ષા મુજબની મદદ મળી ન હતી. પોલીસ સાથે ફોન પર વાત કરવા અને ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરવા છતાં તેણીને મામલો જવા દેવાની સલાહ આપવામાં આવી હતી. કારણ કે તે પહેલેથી જ સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગઈ હતી.
ભવિષ્યમાં આવી જ ઘટના બને તો પોલીસે તેમને બદમાશોના વાહન નંબરો નોંધી લેવા સૂચના આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરતા સાચીએ લખ્યું કે, દિલ્હીમાં એક સામાન્ય દિવસ. હું ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી. આ બે છોકરાઓએ મારી કારને ઘણી વખત ટક્કર મારી. મને ખબર નથી કે તેઓ મને કેમ ફોલો કરી રહ્યાં છે.’તેણે આગળ લખ્યું કે, ‘જ્યારે મેં આ મામલાની માહિતી દિલ્હી પોલીસને આપી તો મને તેમના તરફથી કહેવામાં આવ્યું કે, તમે સુરક્ષિત ઘરે પહોંચી ગયા છો, તેથી રહેવા દો. ભવિષ્યમાં ફરી આ પ્રકારની ઘટના ઘટે ત્યારે તેમનો નંબર નોંધી લેજો.
ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરની પત્ની છે પ્રેગનન્ટ? જાણો ક્યારે આપશે બાળકને જન્મ?
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી બાપ બનવાનો છે. તેણે સોશિયલ મીડિયા પર પત્ની અનુષ્કા શર્મા સાથે ફોટો શેર કરીને આ જાણકારી આપી છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, હવે અમે બેમાંથી ત્રણ થવાના છીએ. જાન્યુઆરી 2021માં ખુશખબર આવશે. વિરાટ કોહલીના ટ્વિટથી ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિરાટની આ ખબર શેર કરવાની સાથે જ તેને ફેન્સની લાઈક્સ અને કમેન્ટ મળવાનું શરૂ થઈ ગયું છે. ફેન્સ તેને કમેન્ટમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
વિરાટ કોહલી હાલ આઈપીએલ 2020 માટે દુબઈમાં છે. અનુષ્કા શર્મા ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓ માંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.