IPL 2022: લખનઉ સુપર જાયન્ટસમાં માર્ક વૂડના સ્થાને ઓસ્ટ્રેલિયાના આ ઝડપી બોલરને સામેલ કરાયો
IPL 2022 માટે લખનઉ સુપર જાયન્ટ્સે માર્ક વૂડના બદલે નવા બોલરના નામની જાહેરાત કરી છે
IPL 2022 માટે લખનઉ સુપર જાયન્ટ્સે માર્ક વૂડના બદલે નવા બોલરના નામની જાહેરાત કરી છે. માર્ક વૂડના સ્થાને એન્ડ્ર્યુ ટાયને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિઝન માટે લખનઉએ વુડને રૂ. 7.50 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ આ સિઝન પહેલા જ તે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેને આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. ફ્રેન્ચાઇઝીએ વુડના સ્થાને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાયનો સમાવેશ કર્યો છે.
🚨 NEWS 🚨: Andrew Tye joins Lucknow Super Giants as a replacement for injured Mark Wood. #TATAIPL
— IndianPremierLeague (@IPL) March 23, 2022
More Details 🔽
ઈંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર માર્ક વુડ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને કોણીમાં ઈજા થઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સને આશા હતી કે તેઓ આ સિઝન પહેલા સ્વસ્થ થઈ જશે પરંતુ તેમ થઇ શક્યું નથી. આવી સ્થિતિમાં ટીમે ટાયને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. ટાય આ પહેલા પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે. તે પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત લાયન્સ ટીમ તરફથી રમી ચૂક્યો છે.
Ab apni baari hai, kyuki humari team mein Andrew Tye bhaari hai! #AbApniBaariHai 💪@aj191
— Lucknow Super Giants (@LucknowIPL) March 23, 2022
📸: Cricket Australia#LucknowSuperGiants #TataIPL #IPL2022 #UttarPradesh #Lucknow #LSG2022 #CricketUpdates #CricketNews pic.twitter.com/KNiL0oyO3m
એન્ડ્રુ ટાઈએ ઓસ્ટ્રેલિયા માટે ટી-20 મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેણે 32 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ લીધી છે. જ્યારે 7 વનડેમાં તેણે 12 વિકેટ ઝડપી છે. તેણે 27 IPL મેચમાં 40 વિકેટ લીધી છે. આ સિઝન પહેલા તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો.