IPL 2023: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેચ બાદ થયો જોરદાર ઝઘડો, વીડિયો થયો વાયરલ
વિરાટ કોહલીનું આ વર્તન જોઈને અમ્પાયરોએ પણ વચ્ચે આવીને તેને શાંત પાડવો પડ્યો હતો
LSG vs RCB: ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં મેદાન પર વિરાટ કોહલીનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ વિરાટ કોહલી અને લખનઉ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે મામલો ગરમાયો હતો. હવે આ ઘટનાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Heated conversation between Virat Kohli and Gautam Gambhir. #LSGvsRCB pic.twitter.com/8EsCPsIMEx
— aqqu who (@aq30__) May 1, 2023
આ મેચમાં વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો, જેમાં તેણે કૃણાલ પંડ્યાનો કેચ પકડીને પોતાની ખુશી અલગ રીતે વ્યક્ત કરી હતી. આ પછી અમિત મિશ્રા લખનઉ માટે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટે તેની સાથે થોડી દલીલ પણ કરી હતી.
Again???😵😵😵 #viratkohli #Gambhir pic.twitter.com/HDiv9Q2yzl
— Arava Pavan Sri Sai (@Pavan_1102_) May 1, 2023
વિરાટ કોહલીનું આ વર્તન જોઈને અમ્પાયરોએ પણ વચ્ચે આવીને તેને શાંત પાડવો પડ્યો હતો. મેચ પુરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે જ કોહલી અને ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં અમિત મિશ્રાએ આવીને બંનેને શાંત કરવા પડ્યા હતા.
મેચ બાદ વિરાટ કોહલી લોકેશ રાહુલ સાથે વાત કરતો જોવા મળ્યો હતો
ગૌતમ ગંભીર સાથેની દલીલ બાદ વિરાટ કોહલી લોકેશ રાહુલ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની વાતચીત પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે તે માત્ર તે ઘટના વિશે જ વાત કરી રહ્યો હતો. હકીકતમાં, આ ઘટના દરમિયાન કાયલ મેયર્સ પહેલા કોહલી સાથે થોડી વાતચીત કરતો જોવા મળ્યો હતો, ત્યારબાદ ગૌતમ ગંભીરે આવીને તેને ત્યાંથી હટાવી દીધો હતો અને તે પછી તરત જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આરસીબીએ લખનઉને ઓછા સ્કોરિંગ મેચમાં હરાવ્યું છે. 127 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ 108 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં RCBની પાંચમી જીત છે. આ જીત સાથે RCBએ પ્લેઓફ તરફ એક ડગલુ આગળ ભર્યું છે.
નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો જયદેવ ઉનડકટ
IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના સભ્ય જયદેવ ઉનડકટનું નામ પણ જોડાઈ ગયું છે. 30 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ પહેલા ટીમ પ્રેક્ટિસ દરમિયાન જયદેવ ઉનડકટને ડાબા ખભામાં ગંભીર ઈજા થઈ હતી.
નેટ પ્રેક્ટિસ સમયે બોલિંગ કરતી વખતે જયદેવ ઉનડકટનો એક પગ નેટ પર ફસાઈ ગયો હતો અને તેના કારણે તે ખૂબ જ ઝડપથી પડી ગયો હતો. જ્યારે જયદેવ ઉનડકટને ઈજા થઈ ત્યારે તે સ્પષ્ટપણે પીડામાં દેખાઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર ઉનડકટ હાલમાં લખનૌની ટીમ સાથે છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજાના અપડેટ માટે સતત સંપર્કમાં છે