IPL 2023 Auction Live: આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન, યુવરાજનો તોડ્યો રેકોર્ડ
IPL Players Auction 2023: 23 ડિસેમ્બરે આઇપીએલ ઓક્શનનું આયોજન, આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં......
LIVE
Background
IPL Players Auction 2023: 23 ડિસેમ્બરે આઇપીએલ ઓક્શનનું આયોજન કરવામાં આવશે, આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં થશે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં ઘણા ખેલાડીઓને રીલિઝ કર્યા હતા તો કેટલાકને રિટેન કરવામાં આવ્યા હતા. આ સાથે ખેલાડીઓને ટ્રાન્સફર વિન્ડો દ્વારા પણ લેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તમામ ટીમોમાં ઘણી જગ્યાઓ ખાલી છે, જેને મીની ઓક્શનમાં ભરવામાં આવશે.
ખેલાડીઓને રીલિઝ કર્યા હોવાના કારણે તમામ ટીમોના પર્સમાં પણ ઘણા પૈસા આવી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે કઈ ટીમ કયા ખેલાડી પર મોટો દાવ લગાવે છે. પરંતુ આ માટે તેના પર્સમાં પૂરતા પૈસા હોવા જોઈએ. ખેલાડીઓને ખરીદવા માટે બોલી લગાવતી વખતે ટીમો તેમના પર્સનું પણ ધ્યાન રાખશે.
દરેક ફ્રેન્ચાઈઝીની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ જ સામેલ થઈ શકે છે. આમાં પણ વિદેશી ખેલાડીઓની સંખ્યા વધુમાં વધુ 8 હોવી જોઇએ. આ વખતે ઓક્શનમાં 405 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બિડ કરવા જઈ રહેલા 405 ક્રિકેટરોમાંથી 273 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 132 વિદેશી ખેલાડીઓ છે.132 વિદેશી ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશોના છે. કુલ 119 કેપ્ડ અને 282 અનકેપ્ડ ખેલાડીઓ હરાજીમાં પ્રવેશ કરશે. જો કે, તમામ ટીમો કુલ 87 ખેલાડીઓને ખરીદી શકે છે, જેમાં વધુમાં વધુ 30 વિદેશી ખેલાડીઓ હશે.
કાઇલી જેમિસનને ચેન્નાઇ સુપર કિંગ્સે ખરીદ્યો
કાઇલી જેમિસનની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી, તેને ચેન્નાઇની ટીમે બેઝ પ્રાઇસ પર ખરીદ્યો.
દાસૂન શનાકા અનસૉલ્ડ
શ્રીલંકન ખેલાડી દાસૂન શનાકાની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો.
રાઇલી મેરિડિથ અનસૉલ્ડ
રાઇલી મેરિડિથની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો.
સંદીપ શર્મા અનસૉલ્ડ
સંદીપ શર્માની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો.
મોહમ્મદ નબી અનસૉલ્ડ
અફઘાનિસ્તાનનો બેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબી અનસૉલ્ડ રહ્યો.