શોધખોળ કરો

IPL 2024 Final: આ એક જ ભૂલ હૈદરાબાદને ભારે પડી, જો કમિન્સે ના કરી હોત તો કેકેઆર ના બનતુ ચેમ્પિયન, જાણો વિગતે

IPL 2024 SRH vs KKR Final: ગઇ રાત્રે આઇપીએલ 2024ની ફાઇનલ મેચ ચેપૉકના સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં કેકેઆર ફાઇનલ જીતીને ત્રીજીવાર ચેમ્પિયન બની હતી

IPL 2024 SRH vs KKR Final: ગઇ રાત્રે આઇપીએલ 2024ની ફાઇનલ મેચ ચેપૉકના સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં કેકેઆર ફાઇનલ જીતીને ત્રીજીવાર ચેમ્પિયન બની હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. તેને IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. હૈદરાબાદની હારનું કારણ તેના પોતાના ખેલાડીઓ છે. ટીમની એક ભૂલે KKRને ચેમ્પિયન બનાવી દીધું. ફાઈનલ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. અહીં હૈદરાબાદની બેટિંગ લાઇનઅપના ધજાગરા ઉડી ગયા હતા. હૈદરાબાદના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લૉપ રહ્યા હતા. આ જ કારણ હતું કે કોલકાતાએ આસાનીથી જીત મેળવીને ટાઈટલ જીતી લીધું હતું.

ખાસ વાત છે કે, બેટિંગ કે બૉલિંગ નહીં પરંતુ ટૉસ જ હૈદરાબાદની હારનું કારણ બન્યુ છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરવું હૈદરાબાદ માટે હારનું સૌથી મોટુ કારણ બન્યુ હતુ. હૈદરાબાદે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન પેટ કમિન્સનો આ નિર્ણય ટીમ માટે મોંઘો સાબિત થયો. આ ભૂલ ભરેલા નિર્ણયના કારણે હૈદરાબાદે કોલકાતાને ચેમ્પિયન બનાવી દીધુ હતુ. હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગ માટે આવ્યા હતા. હેડ શૂન્ય પર આઉટ થયો હતો. અભિષેક 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. માર્કરમ 20 રન અને નીતિશ રેડ્ડી 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો.

હૈદરાબાદની હારનું સૌથી મોટું કારણ તેની ફ્લૉપ બેટિંગ હતી. અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન અને ટ્રેવિસ હેડે ઘણી મેચોમાં ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ ખેલાડીઓ ફાઇનલમાં ચાલ્યા નહીં, જેના કારણે KKRને આસાન જીત મળી હતી. KKRએ હૈદરાબાદે આપેલો ટાર્ગેટ 10.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

KKR IPL 2024 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. તેણે પ્રથમ ક્વૉલિફાયરમાં હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલ મેચ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે છેલ્લી 7 સિઝનમાં પ્રથમ ક્વૉલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચેલી ટીમ જ ટાઈટલ જીતી શકી છે. IPL 2024 પહેલા સતત 6  વખત આવું બન્યું છે. હવે આ ચમત્કાર સતત સાતમી વખત થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs SRH Live Score: હૈદરાબાદે ટોસ જીત્યો, કોલકાતા કરશે પ્રથમ બેટિંગ; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો
KKR vs SRH Live Score: હૈદરાબાદે ટોસ જીત્યો, કોલકાતા કરશે પ્રથમ બેટિંગ; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heat Wave: આકરા તાપમાં શેકાવા રહેજો તૈયાર,  રાજ્યમાં છ દિવસ હિટવેવની આગાહીTariff Impact on Sharemarket: ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર અસર, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકોAhmedabad Fire News :  ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં ભીષણ આગ, જુઓ આ વીડિયોWaqf Bill News: લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ થયુ પાસ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs SRH Live Score: હૈદરાબાદે ટોસ જીત્યો, કોલકાતા કરશે પ્રથમ બેટિંગ; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો
KKR vs SRH Live Score: હૈદરાબાદે ટોસ જીત્યો, કોલકાતા કરશે પ્રથમ બેટિંગ; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
Supreme Court: 'તમામ જજ જાહેર કરશે પોતાની સંપત્તિની જાણકારી', સુપ્રીમ કોર્ટે કેમ લીધો નિર્ણય?
Supreme Court: 'તમામ જજ જાહેર કરશે પોતાની સંપત્તિની જાણકારી', સુપ્રીમ કોર્ટે કેમ લીધો નિર્ણય?
Waqf Bill in Rajya Sabha Live: વકફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં રિજિજૂએ કહ્યુ- 'આ બિલ કોઇ ધર્મની વિરુદ્ધ નથી'
Waqf Bill in Rajya Sabha Live: વકફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં રિજિજૂએ કહ્યુ- 'આ બિલ કોઇ ધર્મની વિરુદ્ધ નથી'
'મોદીના જીવને જોખમ, દાઉદ ઇબ્રાહિમ 5 કરોડ આપી રહ્યો', કામરાન ખાને લગાવ્યો ફોન, પહોંચ્યો જેલ
'મોદીના જીવને જોખમ, દાઉદ ઇબ્રાહિમ 5 કરોડ આપી રહ્યો', કામરાન ખાને લગાવ્યો ફોન, પહોંચ્યો જેલ
LSG vs MI મેચ અગાઉ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ, જુઓ તસવીરો
LSG vs MI મેચ અગાઉ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ, જુઓ તસવીરો
Embed widget