રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ, પ્રમુખ અને કુસ્તીબાજો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે
WFI Membership Suspended: યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે કડક પગલાં લેતા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ કર્યું છે.
WFI Membership Suspended: યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગે ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે કડક પગલાં લેતા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ કર્યું છે. ચૂંટણી સમયસર ન થવાના કારણે તેમણે આ પગલું ભર્યું છે.
હકીકતમાં, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક પત્ર લખીને કહ્યું હતું કે જો આગામી 45 દિવસમાં (15 જુલાઈ સુધીમાં) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી નહીં થાય તો, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ્દ કરશે.
ભારતીય મહિલા કુસ્તીબાજોના બ્રિજભૂષણ શરણ સામેના યૌન શોષણના આરોપોને પગલે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પદાધિકારીઓને સસ્પેન્ડ કરીને ADHOC સમિતિની રચના કરી હતી. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમએમ કુમારને કુસ્તી મહાસંઘની નવી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી પહેલા 11 જુલાઈના રોજ યોજાવાની હતી, પરંતુ તે પછી આસામ રેસલિંગ એસોસિએશને તેની માન્યતા અંગે આસામ હાઈકોર્ટમાંથી ચૂંટણી પર સ્ટે લાવી દીધો હતો. તે જ સમયે, એડહોક કમિટીએ આસામ રેસલિંગ એસોસિએશનને માન્યતા આપી હતી.
UWW, the world governing body for wrestling, suspends WFI for not holding its elections on time
— Press Trust of India (@PTI_News) August 24, 2023
આ મામલા બાદ ચૂંટણી અધિકારી એમએમ કુમારે બીજી વખત રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીની તારીખ 12 ઓગસ્ટ નક્કી કરી હતી, પરંતુ 11 ઓગસ્ટે ચૂંટણી પહેલા દીપેન્દ્ર હુડ્ડા દ્વારા સમર્થિત હરિયાણા રેસલિંગ એસોસિએશને હરિયાણા હાઈકોર્ટથી ચૂંટણી પર સ્ટે લીધો હતો.
WFIમાં 15 પદ માટે 12 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની હતી. સોમવારે, ઉત્તર પ્રદેશમાંથી આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહના નજીકના સાથી સંજય સિંહ સહિત ચાર ઉમેદવારોએ આ પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. આ નોમિનેશન દિલ્હીના ઓલિમ્પિક ભવનમાં ફાઈલ કરવામાં આવ્યું હતું. અને ચંદીગઢ રેસલિંગ બોડીના દર્શન લાલને જનરલ સેક્રેટરી પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરાખંડના એસપી દેસવાલે બ્રિજ ભૂષણ કેમ્પ વતી કોષાધ્યક્ષ પદ માટે નામાંકન કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)