તેણે કહ્યું કે, ‘આ પુસ્તક મારા અંગત જીવન વિશે છે, મારો સંઘર્ષ અને કેવી રીતે હું તેમાથી બહાર આવી. મારું પુસ્તક વાંચ્યા બાદ ઘણી બધી મહિલાઓને તેમાં પોતાની ઝલક દેખાશે. હું આશા અને પ્રાર્થના કરું છું કે, જે કંઈ મારી સાથે બન્યું તે બીજા કોઈ સાથે ન બને. આ પુસ્તક શીખવશે કે પોતાને જીવંત કેવી રીતે રાખવા, નિષ્ફળતાઓમાંથી કેવી રીતે બહાર આવવું અને મારી ભૂલો શું હતીં.’
2/4
રેહમે કહ્યું કે, ‘પુસ્તકની રિલીઝ પહેલા મને મારી નાખવાની ધમકી મળી. સાથે જ મને બદમાન કરવાની વાત પણ કહેવામાં આવી. આ ખૂબ જ હેરાન કરનારી બાબત હતી પણ હું એક આશાવાદી વ્યક્તિ છું. આ બધી બાબતો મને પીછેહઠ કરવા માટે મજબૂર નહીં કરી શકે.’
3/4
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેહમના પુસ્તકની રિલીઝની પહેલાથી રેહમ અને ઈમરાનના સંબંધો ચર્ચામાં છે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ સહિત ઘણા ક્રિકેટર્સે રેહમ ખાનને લિગલ નોટિસ પણ મોકલી છે.
4/4
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને હવે માત્ર બે સપ્તાહનો સમય આડે છે ત્યારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની પૂર્વ પ્તની તેના માટે મુશ્કેલી ઉભી કરતી જોવા મળી રહી છે. ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનના પુસ્તકમાં કેટલાક સનસીખેજ આરોપ લગાવવામાં આવ્યા છે જે ઇમરાન ખાનની છબીને લઈને ઘાતક સાબિત થઈ શકે છે. રેહમ ખાને દાવો કર્યો છે ઇમરાન ખાનને, પાંચ અનૌરસ બાળકો છે, જેમાંથી કેટલાક ભારતીય પણ છે.