શોધખોળ કરો
Advertisement
જો તમે સેનેટાઈઝરથી મોબાઈલ સાફ કરી રહ્યાં છો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ મોટું નુકસાન
ઘણા એવા લોકો છે જેઓ પોતાના મોબાઈલને પણ ડિસઈન્ફેક્ટેડ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ તેનાથી નુકસાન થઈ શકે છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોને વાંરવાર સાબુ હાથ દોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકોમાં ડર છે તેઓ સંક્રમિત ન થઈ જાય. એવામાં ઘણા એવા લોકો છે જેઓ પોતાના મોબાઈલને પણ ડિસઈન્ફેક્ટેડ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ તેનાથી નુકસાન થઈ શકે છે.
કેટલાક લોકો ફોનને સાફ કરવા માટે એન્ટી બેકટીરિયલ વેટ-વાઈપ્સનો પણ ઉપયોગ કરે છે પરંતુ કેટલાક લોકો હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. આલ્કોહલ યુક્ત સેનેટાઈઝર ફોનની ઉપર નાંખીને ઘસીને સાફ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો આવી રીતે તમારા ફોનને નુકસાન થઈ શકે છે. વધુ સેનેટાઈઝર કરવાથી તમારા ફોનની સ્ક્રીન, હેડફોન જેક અને સ્પીકર પણ ખરાબ થઈ શકે છે.
ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે
કોરોના બાદ ફોન રિપેરિંગ સેન્ટર પર મોટા ભાગના એવા ફોન જ આવી રહ્યાં છે જેને સેનેટાઈઝરથી સાફ કરવામાં આવ્યા છે. રિપેરિંગ સેન્ટરના એક મેકેનિકે જણાવ્યું કે, ઘણા લોકો મોબાઈલને એવી રીતે સેનેટાઈઝ કરી રહ્યાં છે કે, હેડફોન જેકમાં સેનિટાઈઝર ઘૂસી જાય છે. તેમાં ફોનમાં શોર્ટ સર્કિટ થવાનો ખતરો પણ હોય છે
ડિસ્પ્લે અને કેમેરાને પણ થઈ શકે છે નુકસાન
ફોનને સેનેટાઈઝરથી સાફ કરવા પર તમારા ફોનનો રંગ બદલાઈ શકે છે. આલ્કોહલવાળુ સેનેટાઈઝર ફોનની ડિસ્પ્લે અને કેમેરા લેન્સ પણ ખરાબ કરી શકે છે. તેનાથી ફોનની ડિસ્પ્લેનો રંગ પણ પીળો પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement