Hu to Bolish | હું તો બોલીશ | પ્લાનિંગ ટાઉનનું કે ભ્રષ્ટાચારનું?
નમસ્કાર વાત ટાઉન પ્લાનિંગમાં થતા ખેલનીય પણ એ પહેલા રાજકોટ અગ્નિકાંડની કરી લઈએ. આ મુદ્દે ગઈકાલે IPCની કલમ 32, 33 અને 36 અંતર્ગત 4 અધિકારીઓની ધરપકડ થઈ હતી. આજે ચારેય અધિકારીઓને રાજકોટની કોર્ટમાં રજૂ કરાયા. 14 દિવસના રિમાન્ડ મંગાયા. કોર્ટે આવતી 12 જૂન સુધીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જો કે, રિમાન્ડ 17 મુદ્દાઓને ટાંકીને મંગાયા. એ મુદ્દાઓમાં અત્યારસુધી તપાસમાં સામે આવેલી વાતો સામેલ હતી. જે પૈકી ચોંકાવનારી વાત એ હતી કે, આ જ ગેમ ઝોનમાં 4 સપ્ટેમ્બર, 2023માં પણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ ગયુ પણ હતું. છતાં કાર્યવાહી ન કરાઈ. એટલું જ નહીં. રિમાન્ડ અરજીમાં જજ સાહેબની સમક્ષ રજુઆત એ પણ કરાઈ કે આ જ સાગઠિયા અને તેના ટાઉન પ્લાનિંગ વિભાગે...મુખ્ય આરોપી યુવરાજસિંહના મળતિયા સાથે મિટીંગ પણ કરેલી હતી. અને 6 જૂન 2023ના રોજ નોટીસ આપી હતી છતાં પણ તોડી ન પડાયું.. તેનો મતલબ રાજકોટનું ટાઉન પ્લાનિંગ અને તેનો કર્તાધર્તા મનસુખ સાગઠિયા આખા ખેલ કરે છે તે પણ સામે આવ્યું....આવો સાંભળી લઈએ વકીલ એસોસિએશન તરફથી કોર્ટમાં પક્ષ મૂકનાર સુરેશ ફળદુએ શું કહ્યું.
ટાઉન પ્લાનિંગમાં દુનિયાભરના ખેલ ચાલે છે. અને એ ખેલનો પર્દાફાશ ટૂંક સમયમાં અમે કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા એ પણ સ્પષ્ટતા કરી દઉં. આ ખેલ વિશે જાણકારી મેળવવા હું જાતે જ ગઈકાલે મને જેમણે કહેલું કે તમે આવો જાણકારી આપીશું...એવા રામ મોકરિયાને પણ મળ્યો. જો કે તેમણે મૌખિક જાણકારી આપી. પણ આ તમામની વચ્ચે મોટો ખેલ સાગઠિયા પરિવારનો છે. આ જ મનસુખભાઈ સાગઠિયાના મોટાભાઈ કેડી સાગઠિયા માની લો કે ગુજરાતના ટાઉન પ્લાનિંગ વિભાગની બીજા નંબરની પોઝિશન ધરાવે છે....અને સાગઠિયા ઉપર તો ગઈકાલે જ રામભાઈ મોકરિયા આરોપ લગાવી ચૂક્યા છે....આ જુઓ સરકારનો પોતાનો ડોક્યુમેન્ટ. સરકારની સાઈટ ઉપરથી જેમાં કેડી સાગઠિયા કે જે મનસુખ સાગઠિયાના ભાઈ છે...તેમણે રાજ્યના 6 ઝોન ટાઉન પ્લાનિંગ વિભાગના નંબર 2 તરીકે સોંપવામાં આવ્યા છે. કે. ડી. સાગઠિયા. અમદાવાદ... ગાંધીનગર અને રાજકોટ ઝોનના એડિશનલ ચીફ ટાઉન પ્લાનર છે... તો સુરત... વડોદરા અને ભાવનગરના ઈન્ચાર્જ એડિશનલ ચીફ ટાઉન પ્લાનર પણ છે.....એટલું જ નહીં સાગઠિયા પરિવારની સંપતિ કરોડોમાં થતી હોવાનું કહેવાયું છે....એન્ટી કરપ્શન બ્યુરો 75 હજારના પગાર ધરાવનાર સાગઠિયાની સંપતિની તપાસ તો કરે જ છે....પણ સમ્રગ સાગઠિયા પરિવારની સંપત્તિ તપાસવાની માંગ કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીએ ઉઠાવી છે....