શોધખોળ કરો
Advertisement
Porbandar Rain | પોરબંદરમાં ફાટ્યું આભ, 14 ઈંચ ખાબક્યો વરસાદ | Abp Asmita
ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર થઇ છે. ભારે વરસાદથી કેટલીક ટ્રેનોને રદ્દ કરાઇ હતી. પોરબંદર કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા.
પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. માત્ર રાત્રીના જ પોરબંદર શહેરમાં છ ઈંચ, રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. જીવનજરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું. રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.
ગુજરાત
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ, બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion