Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
સુરતમાં આગાહી વચ્ચે શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, સુરતના ભવાની વડ હનુમાન શેરીમાં ભારે વરસાદને કારણે બે મકાન ધરાશાયી થયા હતા, જેમાં બંને ધરાશાયી થયેલ મકાન જર્જરિત હોવાને કારણે ધરાશાયી થયા હતા, સુરતની ભવાની વડ હનુમાન શેરીમાં મકાન નંબર 51078 અને 51079 જર્જરિત હોવાને કારણે ધરાશાયી થયા હતા, ભવાની વડ હનુમાન શેરીમાં જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે ચોથા માળે વ્યક્તિને ઇજા પહોંચી હતી, મકાન ધરાશાયી થવાને લઇ વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચતા વ્યક્તિને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સમાચાર એવા મળી રહ્યા છે કે ઇજા પામેલ વ્યક્તિ આશુતોષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.





















