શોધખોળ કરો

ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું, સારા ભાવ મળતાં જીરાનું વાવેતર બમણું નોંધાયું

કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ ૫.૬૪ લાખ હેકટરમાં વાવેતર. તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું ૨.૬૪ લાખ હેકટરમાં વાવેતર. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધ ૧૬.૦૩ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર.

Rabi crop: સમગ્ર રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ લાભદાયી નીવડશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે, જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં ૨.૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૫.૩૦ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. એટલે કે, ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં ૨૦૨.૫૮ ટકા જેટલો વધારો નોંધાયો છે.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૭૩ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે કુલ ૫.૬૪ લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ ૨.૬૪ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

મંત્રીએ ઉમેર્યું કે, રવિ પાકોનું સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ ૧૬.૦૩ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૧૩.૭૦ લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૭.૯૪ લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૩.૧૦ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયેલ છે.

રવિ ઋતુમાં હાલની સ્થિતીએ કૃષિ પાકોનું વાવેતર સંતોષકારક રીતે થયું છે, તેમજ સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Embed widget