Agriculture News: માણસામાં ડ્રોન દ્વારા પ્રવાહી નેનો યુરિયાનો કરવામાં આવ્યો છંટકાવ, જુઓ વીડિયો
Agriculture News: ગાંધીનગરના માણસામાં કૃષિ ડ્રોન દ્વારા IFFCO નિર્મિત પ્રવાહી નેનો યુરિયાના છંટકાવનું ટ્રાયલ સફળતાથી કરવામાં આવ્યું.
Drone Use in Agriculture: તાજેતરમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું. જેમાં તેમણે કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપશે તેવી જાહેરાત કરી હતી. નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે પાકનો અંદાજ કાઢવા, જમીનના રેકોર્ડને ડિજિટાઇઝ કરવા તેમજ જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવમાં મદદ કરવા માટે ખેડૂત ડ્રોનને પ્રોત્સાહન આપવામાં આવશે. ડિજિટલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા અને કૃષિ સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે નાબાર્ડ દ્વારા ડ્રોનની સાથે ધિરાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે ખેડૂતો નવી ટેકનોલોજીના લાભોથી વંચિત ન રહે. સરકાર માને છે કે તેનો લાભ લઈને કૃષિ ક્ષેત્રમાં વ્યાપક ફેરફારો લાવી શકાય છે.
જે બાદ કૃષિમાં નવા સંશોધનો થાય, ખેડૂત નવી ટેકનોલોજી અપનાવતો થાય અને કૃષિમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે માટે ગાંધીનગરના માણસામાં કૃષિ ડ્રોન દ્વારા IFFCO નિર્મિત પ્રવાહી નેનો યુરિયાના છંટકાવનું ટ્રાયલ સફળતાથી કરવામાં આવ્યું. આ ટેકનીકથી ખેડૂતનો સમય પણ બચશે અને કૃષિ ઉપજ પણ વધશે.
કૃષિમાં નવા સંશોધનો થાય અને ખેડૂત નવી ટેકનોલોજી અપનાવતો થાય ત્યારે કૃષિ આત્મનિર્ભરતા તરફ આગળ વધે છે.
— Directorate of Agriculture (@DirectorateofA1) February 11, 2022
ગાંધીનગરના માણસામાં કૃષિ ડ્રોન દ્વારા IFFCO નિર્મિત પ્રવાહી નેનો યુરિયાના છંટકાવનું ટ્રાયલ સફળતાથી કરવામાં આવ્યું.
આ ટેકનીકથી ખેડૂતનો સમય પણ બચશે અને કૃષિ ઉપજ પણ વધશે. pic.twitter.com/6MPZLQQPoc
કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, “સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન (SMAM) યોજના, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે શરૂ કરી છે. ખેડૂતોને ડ્રોનના ઉપયોગ તરફ પ્રોત્સાહિત કરવા માટે, ડ્રોન ખરીદવા માટે 100% ગ્રાન્ટ અથવા દસ લાખ રૂપિયા સુધીની રકમ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ખેડૂત ઉત્પાદક સંગઠનોને ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ નાણાકીય સહાય 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે. નિદર્શન માટે ડ્રોન ભાડે આપતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર રૂ. 6000 આપવામાં આવશે, જ્યારે ડ્રોન ખરીદતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર રૂ. 3000 આપવામાં આવશે.
આઠથી દસ લાખ રૂપિયાના કૃષિ ડ્રોન અગ્રણી કૃષિ સંશોધન અને કૃષિ તાલીમ સંસ્થાઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બદલામાં, આ સંસ્થાઓ દેશભરમાં ડ્રોન છાંટવાની તાલીમ આપશે. ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે કૃષિ ડ્રોનના ઉપયોગ વિશે જાગૃત કરવા માટે FPO અને કૃષિ સાહસિકો માટે સબસિડીવાળા દરે કૃષિ ડ્રોન આપવામાં આવશે. જેથી તેનો ઉપયોગ વધી શકે. તેમજ દેશના દરેક ખેડૂત તેનો ઉપયોગ કરી શકે છે.