પરિણીતા પોતાનો ધંધો કરતી હતી જેમાં બે ભાગીદાર હતા. આ ધંધામાં પતિએ ભાગીદારી છૂટી કરાવી અને છૂટા થયેલા રૂપિયા ત્રણ લાખ પણ પડાવી લીધા હતા. પૈસા માંગવા છતાં પતિએ પૈસા પરત કર્યાં ન હતાં.
2/3
અમદાવાદના જુહાપુરામાં રહેતી 36 વર્ષની મહિલાના લગ્ન એક વર્ષ અગાઉ વેજલપુર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ જ પતિએ તેની પત્નીને ઘરની બહાર ન નીકળવા અને બુરખો પહેરી રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. નાની નાની વાતમાં બોલાચાલી કરી અને તેને માર મારતો હતો. પતિ પરિણીતાની મરજી વિરૂદ્ધ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ આચરતો હતો.
3/3
અમદાવાદના જુહાપુરામાં રહેતી પરિણીતાને તેના પતિએ લગ્ન બાદ ઘરમાં રહેવા અને બુરખો પહેરી રાખવા દબાણ કરી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પરિણીતાએ પતિ અને અન્ય એક મહિલા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.