Shani Dev: શનિ વક્રી થતાં 141 રાશિના લોકોને 141 દિવસો સુધી કરી શકે છે પરેશાન
શનિની દષ્ટીથી વર્ષ 2022 બેહદ મહત્વપૂર્ણ છે. શનિ આ વર્ષે ક્યારે વક્રી થશે અને કઇ રાશિ માટે મુશ્કેલભર્યો સમય શરૂ થશે જાણીએ...
Shani Dev: શનિની દષ્ટીથી વર્ષ 2022 બેહદ મહત્વપૂર્ણ છે. શનિ આ વર્ષે ક્યારે વક્રી થશે અને કઇ રાશિ માટે મુશ્કેલભર્યો સમય શરૂ થશે જાણીએ...
પંચાગ અનુસાર શનિ ગ્રહનું વક્રી હોવું મહત્વપૂર્ણ મનાય છે. શનિની આ ચાલનો દરેક 12 રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ પડે છે. કેટલીક રાશિ માટે શનિનું વક્રી થવું શુભ ફળ આપે છે તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે.
શનિ ક્યારે થશે વક્રી?
5 જૂન 2022એ શનિ કુંભ રાશિમાં તેમની ઉલ્ટી ચાલ એટલે કે વક્રી ચાલ શરૂ કરશે અને 23 ઓક્ટોબર 2022 સુધી આ જ અવસ્થામાં રહેશે. 141 દિવસની અવધીમાં આ ત્રણ રાશિના જીવન પર કેવો પડશે પ્રભાવ જાણીએ...
મેષ રાશિ
શનિનું વક્રી થવું કેટલીક પરેશાની લઇને આવી શકે છે.આ સમય આપના માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન કાર્યમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે છે. ધનની હાનિ તેમજ કેટલાક રોગ કે પરેશાનીનું કારણ પણ બની શકે છે. આ સમય દરમિયાન શનિ ચાલીસાનો પાઠ રાહત આપશે
કર્ક રાશિ
કર્ક રાશિ માટે શનિ વક્રી થઇને જોબ અને દાંમ્પ્ત્ય જીવન માટે પરેશાની લાવી શકે છે. આ સમય દરમિયાન વાણીમાં સંયમ રાખો અને જીવનસાથી સાથે સંબંઘ મધુર રાખો. તણાવ કલેહની સ્થિતિને ન બનવા દો. શનિને કર્મના ફળદાતા પણ કહેવાય છે. આ સમય ધીરજથી પસાર કરી લેવો હિતાવહ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે, શનિ વક્રી થઇને સ્વભાવમાં પરિવર્તન લાવી શકે છે. આ દરમિયાન વાણીમાં ખામી અહંકારની સ્થિતિ બની શકે છે, જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જીવનસાથી સાથે નારાજગી થઈ શકે છે. માનસિક તણાવ વધી શકે છે. લોન આપવા અને લેવાનું ટાળો. જો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો, તો સમજી વિચારીને નિર્ણય લો. આ દરમિયાન છેતરપિંડી પણ થઈ શકે છે, તેથી સાવચેત રહો. શનિવારે શનિદેવના મંદિરમાં શનિદેવને સરસવનું તેલ અર્પિત કરવાથી અશુભતા ઓછી થઈ શકે છે. તમે ચેરિટી કાર્ય પણ કરી શકો છો. ભૂલીને પણ બીજાનું અપમાન ન કરો. આળસ છોડી દો.