શોધખોળ કરો

Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયાને કેમ મનાય છે અતિ શુભ દિવસ, આ અવસરે બની હતી આ 5 મોટી ઘટના

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાનો તહેવાર બુધવાર 30 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને કેમ કહેવાય છે વણજોયું મૂહૂર્ત કેમ અતિ શુભ મનાય છે.

Akshaya Tritiya 2025: દર વર્ષે અક્ષય તૃતીયા (અખા તીજ) નો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય એટલે કદી ન સમાપ્ત થતું સુખ, જેનો ક્ષય થતો નથી, શાશ્વતતા, સફળતા અને તૃતીયાનો અર્થ થાય છે 'ત્રીજું'. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર બુધવાર 30  એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન પરશુરામ, નર-નારાયણ અને હયગ્રીવ અવતર્યા હતા. ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાનો દિવસ ધનતેરસ અને દિવાળી જેવો શુભ માનવામાં આવે છે. આ દિવસે શુભ અને મૂલ્યવાન વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. અક્ષય તૃતીયા તિથિને તહેવાર તરીકે ઉજવવા માટે પુરાણોમાં ઘણા કારણો આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ 5 મુખ્ય કારણો જેના કારણે અક્ષય તૃતીયાનું મહત્વ વધી જાય છે.

કેમ મનાવાય છે અક્ષય તૃતિયા

ભવિષ્ય પુરાણ અનુસાર, સત્યયુગ, ત્રેતા અને કળિયુગ અક્ષય તૃતીયાથી શરૂ થયો હતો અને દ્વાપર યુગનો અંત પણ આ જ તારીખે થયો હતો. સત્યયુગમાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય, હયગ્રીવ, કૂર્મ, વરાહ અને નરસિંહનું રૂપ ધારણ કર્યું, જ્યારે ત્રેતાયુગમાં અધર્મ પર ધર્મની જીત સુનિશ્ચિત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન, પરશુરામ અને ભગવાન શ્રી રામનું રૂપ ધારણ કર્યું. આવી સ્થિતિમાં જે લોકો અક્ષય તૃતીયાના દિવસે શ્રી હરિના પરશુરામ અવતારની પૂજા કરે છે તેમને તેમના પિતૃના આશીર્વાદ મળે છે અને આ દિવસે મળેલા આશીર્વાદ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

પૃથ્વી પર માતા ગંગાનું અવતરણ  થયું

પુરાણો અનુસાર, રાજા ભગીરથે માતા ગંગાને પૃથ્વી પર લાવવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવના આશીર્વાદ અને રાજા ભગીરથની સફળ તપસ્યાને કારણે માતા ગંગા અક્ષય તૃતીયાના દિવસે પૃથ્વી પર અવતર્યા. કહેવાય છે કે, આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાછલા સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે.

બદ્રીનારાયણ અને બાંકે બિહારી જીના દર્શન

અક્ષય તૃતીયા પર ભગવાન શ્રી બદ્રીનારાયણના ચાર ધામોમાંથી એકના દ્વાર ખુલે છે. તેમજ મથુરામાં શ્રી બિહારીજીના ચરણોના દર્શન કરાવવામાં આવે છે, બાંકે બિહારીજીના ચરણ વર્ષભર કપડાથી ઢંકાયેલા રહે છે. કહેવાય છે કે આ દિવસે જે કોઈના ચરણોના દર્શન કરે છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે.

માતા અન્નપૂર્ણાનો જન્મ દિવસ અને અક્ષય પાત્રની પ્રાપ્તિ

પુરાણો અનુસાર અન્નદાતા ગણાતા માતા અન્નપૂર્ણાનો જન્મ પણ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરે છે અને પૈસા અને અન્નનું દાન કરે છે, તેના ભંડાર ક્યારેય ખાલી થતા નથી. પૌરાણિક કથાઓ અનુસાર, યુધિષ્ઠિરને અક્ષય તૃતીયાના શુભ દિવસે અક્ષયપત્ર પ્રાપ્ત થયું હતું. તેનું મહત્વ એ છે કે મહાભારતના લેખનની શરૂઆત

મહાભારતને પાંચમો વેદ કહેવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરી હતી. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતમાં જ સમાવિષ્ટ છે. એવું કહેવાય છે કે જે આ દિવસે ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરે છે તેને જીવનમાં ક્યારેય દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડતો નથી.

દાન કરવાથી શાશ્વત ફળ મળે છે

અક્ષય તૃતીયા વિશે એવું કહેવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલ દાનનો વ્યય થતો નથી, એટલે કે તમે જે પણ દાન કરો છો, તેનાથી અનેક ગણી વધારે રકમ તમારા દૈવી તિજોરીમાં જમા થઈ જાય છે. કહેવાય છે કે આ દિવસે દાન કરનારને મૃત્યુ પછી યમરાજની સજા ભોગવવી પડતી નથીઆ પાત્ર ક્યારેય ખાલી થતું નથી. આ જ કારણ છે કે, અક્ષય તૃતીયાથી ખેડૂતો તેમના ખેતરોમાં ખેડાણ શરૂ કરે છે.

અક્ષય તૃતીયા ક્યારે છે?

 વૈદિક કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલે સાંજે 05:31 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 30 એપ્રિલે બપોરે 02:12 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

ઉદયતિથિ અનુસાર, અક્ષય તૃતીયા 30 એપ્રિલ, બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે 5:41 થી 12:18 સુધીનો રહેશે. આ દિવસે સોનું ખરીદવું વિશેષ શુભ માનવામાં આવે છે. 30મી એપ્રિલે સવારે 5:41 થી બપોરે 2:12 સુધી સોનું ખરીદવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget