Auto Tips: આ રીતે રાખો તમારી કારનુ ધ્યાન, તો બચી શકાશે આગ જેવી મોટી દૂર્ઘટનાથી, જાણો
જો તમે તમારી કારને ફાયરથી બચાવવા માંગતા હોય, તો અહીં અમે તમે સામાન્ય ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જેને ધ્યાનમાં લેવાથી તમે કારમાં ફાયર થતુ અટકાવી શકો છો.
Car Care Tips: આજકાલ કારમાં ખરાબી આવવાના કારણે મોટાભાગ આગ લાગી જાય છે, અને કાર બળીને ખાખ થઇ જાય છે, ઘણીવાર મોટી કંપની અને મોંઘા બજેટવાળી કાર હોવા છતાં પણ ફાયર સેફ્ટીમાં ચૂક થવાના કારણે આગ લાગી જાય છે. જો તમે તમારી કારને ફાયરથી બચાવવા માંગતા હોય, તો અહીં અમે તમે સામાન્ય ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જેને ધ્યાનમાં લેવાથી તમે કારમાં ફાયર થતુ અટકાવી શકો છો.
જાણો કયા કારણોસર કારમાં લાગી જાય છે આગ -
વાયર એકબીજા સાથે ચીપકી જાય ત્યારે.....
જેમ જેમ નવી નવી ટેકનોલૉજી આવતી રહે છે, તેમ તે અપડેટ મળતાં રહે છે, પરંતુ આ બધાની વચ્ચે એન્જિન વધુ હીટ થાય ત્યારે વાયરની ખામી જોવા મળે છે. આવા સમયે વાયર એકબીજા સાથે ચોંટી જાય છે અને કાર આગને હવાલે થઇ જાય છે.
સર્વિસ સેન્ટરમાં જ કરાવો સર્વિસ -
ઘણીવાર લોકો ખર્ચ બચાવવાની લાલચમાં આવીને લૉકલ મિકેનિક પાસે પોતાની કારની સર્વિસ કરાવી લેતા હોય છે, પરંતુ આ ઘણીવાર ઘાતક સાબિત થઇ શકે છે. કેમ કે લૉકલ મિકેનિકલ પાસે યોગ્ય રીતે કામ ના પણ થઇ શકે, અને આગળ જતાં આ દુર્ઘટનાનો શિકાર બની શકે છે.
ઓથૉરાઇઝ જગ્યાએથી જ લગાવે ગેસ કિટ -
પેટ્રૉલ-ડીઝલની મોંઘી કિંમતોના કારણે આજકાલ લોકો નવા નવા ઓપ્શનો શોધી રહ્યાં છે, અને આનો એક ઓપ્શન છે ગેસ કિટ. કારમાં જ્યારે પણ તમે ગેસ કિટ લગાવો છો, તો યોગ્ય ઓથોરાઇઝ જગ્યાએથી જગાવવી જોઇએ, જેથી દૂર્ઘટનાથી બચી શકાય.
અકસ્માત પણ એક કારણ -
ઘણીવાર ચાલતી કારનો જ્યારે અકસ્માત થઇ જાય છે, તો ફ્યૂલ ટેન્કના ફાટવાના કે પછી તેમાંથી લીકેજ થવાના કારણે કારમાં આગ લાગી જાય છે. જોકે, જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે તરત જ તેમાંથી બહાર નીકળી જવું જ હિતાવહ રહે છે. જો તમારી પાસે ફાયર સ્ટૉપ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ તે સમયે કરી શકો છો.
શિયાળામાં કારમાં ન રાખો આ ચીજો, થઈ શકે છે મોટું નુકસાન
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ
હાલમાં, લગભગ તમામ ગેજેટ્સ જેમ કે સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને ટેબલેટ, મોબાઈલ લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરે છે જે ભારે ઠંડીમાં ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. આ સાથે આ ગેજેટ્સના પ્રોસેસર પર પણ ઠંડીની ખરાબ અસર પડે છે.
દવાઓ ના રાખવી
ઘણીવાર ઘણા લોકો દવાઓ ખરીદ્યા પછી પોતાની કારમાં રાખવાનું ભૂલી જાય છે. વધુ પડતી શરદીને કારણે ઇન્સ્યુલિન જેવી કેટલીક દવાઓ જામી જાય છે, ત્યારબાદ તેનો ઉપયોગ કરવો ફાયદાકારક નથી.
ડ્રિંક્સ કેન
મેટલ કેનમાં ઘણા પીણાં ઉપલબ્ધ છે. જે ભારે ઠંડીમાં થીજી જવાને કારણે વિસ્ફોટ કરી શકે છે. જો આવું થાય, તો તે તમારા વાહનની કેબિનમાં વેરવિખેર થઈ શકે છે, જેના કારણે તમને પછીથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ
ઘણા લોકો પોતાની કારમાં સંગીતનાં સાધનો જેમ કે ગિટાર વગેરે રાખે છે. તેમને બનાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે. ભારે ઠંડીમાં આ લાકડું સંકોચાઈ શકે છે અને ક્રેક થઈ શકે છે, જે તમારા મોંઘા માલને નુકસાન પહોંચાડી શકે છે.