BMW Electric Scooter: બીએમડબલ્યૂ લાવશે બીજુ એક નવું સ્કૂટર, CE 04થી ઓછી હશે કિંમત, જાણો ક્યારે થશે લૉન્ચ
BMW CE 02 Electric Scooter: BMW ભારતીય બજારમાં વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટર CE 02 લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ EVની ખાસ વાત એ છે કે તેને ભારતમાં બનાવવામાં આવી છે
BMW CE 02 Electric Scooter: BMW ભારતીય બજારમાં વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટર CE 02 લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ EVની ખાસ વાત એ છે કે તેને ભારતમાં બનાવવામાં આવી છે. BMWનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર TVS સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે.
CE 02 થી પહેલા લૉન્ચ થયુ BMW CE 04
CE 02 લૉન્ચ કરતા પહેલા BMW ભારતીય માર્કેટમાં CE 04 લૉન્ચ કરી ચૂકી છે. BMW CE 04 લૉન્ચ થવાની સાથે જ તે દેશનું સૌથી મોંઘું સ્કૂટર બની ગયું છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની યાદીમાં આ અત્યાર સુધીનું સૌથી મોંઘું વાહન છે.
બીએમડબલ્યૂ CE 02
BMW CE 02 CE 04 કરતાં વધુ સસ્તું સાબિત થઈ શકે છે, પરંતુ આનો મતલબ એ નથી કે આ સ્કૂટર ઓછી કિંમતે માર્કેટમાં ઉપલબ્ધ થશે. બજારમાં ઉપલબ્ધ અન્ય સ્કૂટરની સરખામણીમાં તેની કિંમત વધુ હોઈ શકે છે. આ સ્કૂટરની કિંમત વૈશ્વિક બજારમાં તમામ 310 સીસી મૉડલ કરતાં વધુ છે.
ક્યારે લૉન્ચ થશે BMW CE 02 ?
BMW CE 02 આ વર્ષના અંતમાં લૉન્ચ થઈ શકે છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે કંપની આ મૉડલને ભારતમાં કઈ કિંમતની કેટેગરી સાથે લાવે છે. પરંતુ અંદાજ લગાવી શકાય છે કે આ નવી EVની કિંમત TVS X ઇલેક્ટ્રિક સ્કૂટર કરતા વધારે હોઈ શકે છે. TVS X ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 2.49 લાખ રૂપિયા છે.
બીએમડબ્લ્યૂ CE 04
CE 04ને દેશમાં 14.09 લાખ રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ EVની ડિઝાઇન કૉમ્પેક્ટ છે. આ સ્કૂટરનું બેઝ વેરિઅન્ટ લાઇટ વ્હાઇટ કલરમાં છે. આ સ્કૂટરને વૈકલ્પિક અવંતગાર્ડ સ્ટાઈલ સાથે ઈમ્પિરિયલ બ્લૂ મેટાલિક કલરમાં પણ લાવવામાં આવ્યું છે. BMW CE 04 માં લિક્વિડ-કૂલ્ડ ઇલેક્ટ્રિક મોટર છે. આ મોટર 42 એચપીનો પાવર આપે છે. આ મોટર કાયમી મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર છે. BMWની આ EVમાં પાછળના વ્હીલ અને બેટરીની વચ્ચે મોટર લગાવવામાં આવી છે.
BMWના ઇવીનું પરફોર્મન્સ
આ BMW સ્કૂટરમાં 8.5 kWhની બેટરી પેક છે, જેના કારણે આ સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 130 કિલોમીટરની રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 2.6 સેકન્ડમાં 0 થી 50 kmphની સ્પીડ હાંસલ કરી શકે છે. આ EVની ટોપ સ્પીડ 120 kmph છે. આ સ્કૂટરની ઊંચી કિંમતનું કારણ આ EVની ડિઝાઇન છે.