શોધખોળ કરો

Raptee.HV T30: સિંગલ ચાર્જમાં 200Km ની રેન્જ... 20 મિનિટમાં ચાર્જ, 8 વર્ષની વૉરંટી સાથે લૉન્ચ થઇ આ ઇલેક્ટ્રિક બાઇક

Raptee HV T30 Electric Bike: ચેન્નાઈ સ્થિત ઇલેક્ટ્રિક સ્ટાર્ટઅપ Raptee.HV એ આજે ​​સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં વેચાણ માટે તેની પ્રથમ હાઇ-વૉલ્ટેજ ઇલેક્ટ્રિક મૉટરસાઇકલ લૉન્ચ કરી દીધી છે

Raptee HV T30 Electric Bike: ચેન્નાઈ સ્થિત ઇલેક્ટ્રિક સ્ટાર્ટઅપ Raptee.HV એ આજે ​​સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં વેચાણ માટે તેની પ્રથમ હાઇ-વૉલ્ટેજ ઇલેક્ટ્રિક મૉટરસાઇકલ લૉન્ચ કરી દીધી છે. સ્ટાર્ટઅપનું કહેવું છે કે આ ઈલેક્ટ્રિક બાઇકની ડિઝાઈનમાં દુનિયાભરમાં ઈલેક્ટ્રિક કાર માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની એવું પણ માને છે કે આ બાઇક મૉટરસાઇકલ માર્કેટમાં 250-300 cc ICE (પેટ્રોલ) બાઇક સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે.

શું છે Raptee.HVની કિંમત 
Raptee.HVને કંપનીએ રૂ. 2.39 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લૉન્ચ કરી છે. ગ્રાહકો તેને સફેદ, લાલ, રાખોડી અને કાળો સહિત ચાર વિવિધ રંગોમાં પસંદ કરી શકે છે. તમામ કલર વેરિઅન્ટની કિંમત સમાન છે. કંપનીએ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દીધું છે, જેને ઓફિશિયલ વેબસાઈટ દ્વારા રૂ. 1,000માં બુક કરાવી શકાય છે. કંપની આવતા વર્ષે જાન્યુઆરીથી પ્રથમ તબક્કાની ડિલિવરી શરૂ કરશે જેમાં બાઇકની ડિલિવરી બેંગલુરુ અને ચેન્નાઈમાં કરવામાં આવશે. આ પછી, તેને 10 અન્ય શહેરોમાં પણ લૉન્ચ કરવાની યોજના છે.

કેવી છે નવી Raptee.HV બાઇક 
હાઇ-વૉલ્ટેજ (HV) ટેક્નોલોજીથી સજ્જ આ બાઇક દેશનું પ્રથમ મોડલ છે જે યૂનિવર્સલ ચાર્જિંગ સિસ્ટમ સાથે આવે છે. જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક કારમાં થાય છે. આ બાઇક ઓનબોર્ડ ચાર્જર સાથે આવે છે, જે સમગ્ર દેશમાં CCS2 કાર ચાર્જિંગ સ્ટેશનો પર પણ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે હાલમાં તેમની સંખ્યા 13,500 યુનિટ છે અને આવનારા સમયમાં તે બમણી થઈ જશે.

દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ તે સ્પૉર્ટ્સ બાઇક જેવી જ છે. મોટાભાગની બાઇક કવર કરવામાં આવી છે અને સ્ટાઇલિશ LED હેડલાઇટ સાથે, તેમાં ટચસ્ક્રીન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. જેમાં બાઇકની સ્પીડ, બેટરી હેલ્થ, ટાઇમ, સ્ટેન્ડ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, જીપીએસ નેવિગેશન જેવી માહિતી ઉપલબ્ધ છે. આ બાઇક, જે સ્પ્લિટ સીટ સાથે આવે છે, તેના પાછળના ભાગમાં ગ્રેબ હેન્ડલ્સ પણ છે જે તમને TVS અપાચેની યાદ અપાવી શકે છે.

પાવર અને પરફોર્મન્સ 
આ મોટરસાઇકલમાં કંપનીએ 5.4kWh ક્ષમતાની 240 વોલ્ટની બેટરી આપી છે. જે એક જ ચાર્જમાં 200 કિમીની IDC પ્રમાણિત રેન્જ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે વાસ્તવિક દુનિયામાં આ બાઇક ફુલ ચાર્જ પર ઓછામાં ઓછી 150 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ બાઇકની ઇલેક્ટ્રિક મોટર 22kWની પીક પાવર જનરેટ કરે છે જે 30 BHP પાવર અને 70 ન્યૂટન મીટર ટોર્કની સમકક્ષ છે.

આ બાઇક પિક-અપના મામલે પણ શાનદાર છે. Raptee.HV માત્ર 3.6 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી શકે છે. તેની ટોપ સ્પીડ 135 કિમી પ્રતિ કલાક છે. આ બાઇકમાં ત્રણ અલગ-અલગ રાઇડિંગ મોડ છે, જેમાં કમ્ફર્ટ, પાવર અને સ્પ્રિન્ટનો સમાવેશ થાય છે. જેને યુઝર પોતાની રાઈડિંગ કંડીશન પ્રમાણે બદલી શકે છે.

ચાર્જિંગ ઓપ્શન
Raptee.HV સાથે કંપની તમામ પ્રકારના ચાર્જિંગ વિકલ્પો ઓફર કરી રહી છે. તેને સામાન્ય ઘરગથ્થુ સોકેટ સાથે જોડીને ચાર્જ કરી શકાય છે. આ સિવાય તેની બેટરીને ચાર્જિંગ સ્ટેશન પર ફાસ્ટ ચાર્જરની મદદથી પણ ચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલની બેટરી માત્ર 40 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ થઈ શકે છે. આ સિવાય ફાસ્ટ ચાર્જરથી બેટરી માત્ર 20 મિનિટમાં એટલી ચાર્જ થઈ શકે છે કે તમને ઓછામાં ઓછી 50 કિમીની રેન્જ મળશે. ઈન-હાઉસ ચાર્જરથી તેની બેટરી 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.

હાર્ડવેર
કંપનીએ આ બાઇકને મજબૂત ફ્રેમ પર બનાવી છે. તેમાં રેડિયલ ટ્યૂબલેસ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હાઈ સ્પીડમાં પણ આરામદાયક અને સુરક્ષિત રાઈડ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં આગળના ભાગમાં 320 mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 230 mm ડિસ્ક બ્રેક છે. જે ડ્યુઅલ-ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ છે. આ સિવાય બાઇકના આગળના ભાગમાં 37 mm અપ-સાઇડ ડાઉન (USD) ફોર્ક સસ્પેન્શન આપવામાં આવ્યું છે અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

સેફ્ટી અને વૉરંટી 
કંપનીએ Raptee.HVમાં IP67 રેટેડ બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. જે તેને ધૂળ, સૂર્યપ્રકાશ અને પાણીથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે. કંપની આ બાઇકની બેટરી પર 8 વર્ષ અથવા 80,000 કિમી સુધીની વોરંટી આપી રહી છે. તેમાં અદ્યતન સોફ્ટવેર ફીચર્સ આપવામાં આવ્યા છે જે સવારીનો અનુભવ સુધારવામાં મદદ કરે છે. તેમાં ઇન-હાઉસ વિકસિત ઇલેક્ટ્રોનિક્સ અને કસ્ટમ બિલ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઓટોમોટિવ-ગ્રેડ લિનક્સ પ્લેટફોર્મ પર આધારિત છે.

કંપની વિશે જાણો
Raptee.HV એ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્પેસમાં એક નવું નામ છે અને કંપની દ્વારા રજૂ કરાયેલ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક છે. આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સ્ટાર્ટઅપ દિનેશ અર્જુન દ્વારા 2019 માં શરૂ કરવામાં આવ્યું હતું જેઓ સહ-સ્થાપક અને સીઇઓ છે. આ સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા અર્જુને વિશ્વની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા સાથે પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget