બજેટમાં ઈન્કમટેક્સમાં રાહતની જાહેરાત કેમ છે છેતરામણી? જાણો વિગત
ટેક્સમાં રાહતની આ જાહેરાત છેતરામણી છે કેમ કે જે લોકો નવા ઓછા ઈન્કમટેક્સ દર પસંદ કરશે તેમને અત્યારે મળતી કોઈ પણ રાહત નહીં મળે.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાના બજેટમાં આવકવેરાના દરોમાં મોટો ફેરફાર કરીને 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. આ જાહેરાતના કારણે મધ્યમ વર્ગીય લોકો ગેલમાં આવી ગયા કેમ કે તેન કારણે એવી છાપ પડી કે, ઈન્કમટેક્સના દરોમાં ભારે ફેરફાર કરાયો છે.
જો કે આ જાહેરાત છેતરામણી છે કેમ કે જે લોકો નવા ઓછા ઈન્કમટેક્સ દર પસંદ કરશે તેમને અત્યારે મળતી કોઈ પણ રાહત નહીં મળે. અત્યારે હોમ લોન વ્યાજ જર, એનપીએસમાં રોકાણ, અન્ય રોકાણો આવકવેરામાં બાદ મળે છે. જે લોકો નવા કરવેરા પસંદ કરશે તેમને આ પૈકી કોઈ પણ રાહતનો ફાયદો નહીં થાય.
જે લોકો રાહત લેવા માંગતા હોય તેમને જૂના કરવેરા દર પસંદ કરવાનો વિકલ્પ પણ અપાયો છે. સરવાળે મધ્યમ વર્ગ તથા નોકરીયાતોને કોઈ રાહત નહીં મળે. મોદી સરકારે રાહત આપવાના નામે છેતરામણી જાહેરાત કરી છે, તેવી લોકોની લાગણી છે. શેરબજારમાં પણ આ કારણોસર જ ભારે કડાકો બોલી ગયો.