શોધખોળ કરો

Botad Crime: અસામાજિક તત્વોના ત્રાસથી સગીરાની આત્મહત્યા, ઘર પાસે આંટાફેરા કરીને આપી હતી મારી નાંખવાની ધમકી

Botad Crime: બોટાદ શહેરમાંથી (Botad Crime) આત્મહત્યાની (Suicide) સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરમાં એક સગીરાને જીવથી મારી નાખવાની ધમકી આપતાં તેને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે

Botad Crime News: બોટાદ (Botad) શહેરમાં આજે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, શહેરમાં અસામાજિક તત્વના આતંકથી એક સગીરાએ આત્મહત્યા (Committed Suicide) કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી સગીરાના ઘરની નજીક આંટાફેર કરતા યુવકને સગીરાના પિતાએ ઠપકો (Fight) આપ્યા બાદ મામલો બિચક્યો હતો, અને યુવકે તેના પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી, આ વાતનું લાગી આવતા સગીરાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના મામલે બોટાદ પોલીસે (Police Case) ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

બોટાદ શહેરમાંથી (Botad Crime) આત્મહત્યાની (Suicide) સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરમાં એક સગીરાને જીવથી મારી નાખવાની ધમકી આપતાં તેને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, થોડાક દિવસો પહેલા શહેરમાં રહેતા અસામાજિક તત્વોએ (Strnager Man) જેમાં વિપુલ ઘુઘા જીલીયા નામના એક શખ્સ અવારનવાર સગીરાના ઘરની નજીક આંટાફેરા કરતો હતો. આ વાતને લઇને સગીરાના પિતાએ આંટાફેરા મારીને સગીરા પર નજર બગડતા યુવને ઠપકો આપ્યો હતો, આ બાબતે તે સમયે યુવાન અને સગીરાના પિતા વચ્ચે બોલાચાલી થઇ અને ઘુઘા જીલીયાએ સગીરાના પિતાને 11મી મેએ મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ ધમકીથી સગીરાને લાગી આવતા તેને બાદમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. સગીરાને શહેરના સબિહા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી જ્યાં તેનું મોત નીપજ્યુ હતુ.  

આત્મહત્યાની ઘટના મામલે પોલીસમાં આરોપી વિપુલ તેમજ તેના પિતા ઘુઘાભાઈ રામુભાઈ જીલીયા, રવજીભાઈ ગડાભાઈ, મફો રામુભાઈ વિરૂધ્ધ ૫૦૪, ૫૦૬-૨ મુજબ ફરીયાદ નોંધાઈ હતી. આ ચારેય શખ્સો વિરૂધ્ધ મારવા માટે દુષ્પેરણા આપવાની કલમ ૩૦૫નો ઉમેરો કરીને તમામ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આત્મહત્યા કે હત્યા ? ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેના મોતનું રહસ્ય ઘેરાયું, પોસ્ટ મોર્ટમ અને FSL રિપોર્ટ અલગ-અલગ 

ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેનું સાત દિવસ પહેલા નિધન થયું હતું. ફ્લેટમાંથી અમૃતાની લાશ મળી આવતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. મૃત્યુ બાદ શરૂઆતથી જ આપઘાતની ચર્ચા હતી. પરંતુ દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અમૃતાએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. જ્યારે એફએસએલ રિપોર્ટમાં આ આત્મહત્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ માટે આ રહસ્ય વધુ જટિલ બની રહ્યું છે.

પોસ્ટમોર્ટમ કરનારા તબીબોને પ્રશ્નો પૂછવામાં આવશે

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, હવે પોલીસ અમૃતાનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરો સાથે ફરી વાત કરવા માંગે છે. પત્રો દ્વારા તબીબોને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે, આ દરમિયાન જો કોઈ નવી માહિતી સામે આવશે તો તેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવશે.

ભાગલપુરના SSPએ શું કહ્યું ?

આ મામલામાં ભાગલપુરના એસએસપી આનંદ કુમારનું કહેવું છે કે એફએસએલ અને પોસ્ટમોર્ટમ બંને રિપોર્ટ આવી ગયા છે. પરંતુ બંને અહેવાલો વચ્ચે તફાવત છે. એક રિપોર્ટમાં તેને આત્મહત્યા હોવાનું કહેવાય છે, જ્યારે બીજા રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે. ફોરેન્સિક સાયન્સના એચઓડીને આ કેસના દરેક પાસાઓની તપાસ કરવા માટે એક પેનલ બનાવવાની વિનંતી કરવામાં આવી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

શું અમૃતા ડિપ્રેશનમાં હતી ?
 
તમને જણાવી દઈએ કે અમૃતા પાંડેના પરિવારના સભ્યોનું કહેવું છે કે તેને OCD જેવી બીમારી હતી. આ પહેલા પણ તેણે મુંબઈમાં બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અમૃતાના પતિએ કહ્યું કે તે ડિપ્રેશનમાં હતી અને તેની સારવાર ચાલી રહી હતી. ફિલ્મોની વાત કરીએ તો અમૃતા ઘણી ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે. તેણીએ ખેસારીલાલ યાદવ સાથે ફિલ્મ દીવાનપનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

27 એપ્રિલના રોજ ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી મળી આવી હતી. અમૃતા પાંડેની આ સંદિગ્ધ મોત બાદ સમગ્ર વિષય ચર્ચાનો બાબત બન્યો હતો. તેમના અચાનક મૃત્યુ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch VideoBopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp AsmitaSurat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયાDahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Embed widget