Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
હુમલો એટલો જીવલેણ હતો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા નેહાનું મોત થઈ ગયું. નેહાની હત્યા બાદ તેના પિતા કોંગ્રેસના કોર્પોરેટર નિરંજન હિરેમથે શુક્રવારે કહ્યું હતું કે રાજ્યમાં લવ જેહાદ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Crime News: કર્ણાટકના હુબલીમાં એક સનસનીખેજ હત્યાકાંડનો મામલો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે એમસીએની વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ ઘટના ધોળા દિવસે કોલેજ કેમ્સમાં બની હતી. સૂચના મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.
કોંગ્રેસ કાઉન્સિલર નિરંજન હિરેમઠની 23 વર્ષીય પુત્રી નેહા હિરેમથની ગુરુવારે કર્ણાટકના હુબલીમાં BVB કોલેજ કેમ્પસમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, નેહા આ કોલેજમાં એમસીએ ફર્સ્ટ યરની સ્ટુડન્ટ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તે જ કોલેજના ડ્રોપઆઉટ વિદ્યાર્થી 23 વર્ષના ફૈયાઝ ખોંદુનાઈકે નેહાના ગળા અને પેટ સહિત શરીર પર છરી વડે સાત વાર કર્યા હતા. હુમલો એટલો જીવલેણ હતો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા નેહાનું મોત થઈ ગયું. નેહાની હત્યા બાદ તેના પિતા કોંગ્રેસના કોર્પોરેટર નિરંજન હિરેમથે શુક્રવારે કહ્યું હતું કે રાજ્યમાં લવ જેહાદ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આવી જ ઘટનાઓ દરરોજ બની રહી છે.
નિરંજન હિરેમથે પણ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમની કોલેજ જતી દીકરીઓનું ધ્યાન રાખે. પત્રકારોના પ્રશ્નના જવાબમાં નિરંજન હિરેમથે કહ્યું, 'રોજ રોજ આવી જ ઘટનાઓ બની રહી છે. મને ખબર નથી કે આ યુવાનો ખોટો રસ્તો કેમ અપનાવી રહ્યા છે અને તેમની આવી માનસિકતા શા માટે છે. અમારી માંગ છે કે કોઈ પણ છોકરી આ ટ્રોમામાંથી પસાર ન થાય. મને લાગે છે કે 'લવ જેહાદ' ઝડપથી ફેલાઈ રહી છે. હું તમામ માતાઓને અપીલ કરું છું કે જો તમે તમારી દીકરીઓને કૉલેજમાં મોકલો છો, તો તમારે પણ તેમની સાથે રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે કોઈ તેમને પીછો કરતા નથી ને.
'આવું કોઈની સાથે ન થવું જોઈએ'
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, 'જે અમારી સાથે થયું તે કોઈની સાથે ન થવું જોઈએ. આપણી આસપાસની પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે. સરકાર મહિલાઓને 50 ટકા અનામત આપવા તૈયાર છે, મહિલાઓ દરેક મોરચે આગળ છે. જો બધું આમ જ ચાલતું રહેશે તો શું સ્થિતિ થશે? હું રાજ્ય સરકાર અને નેતાઓને આ અંગે યોગ્ય પગલાં લેવાની અપીલ કરું છું. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘટનાના એક કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.