(Source: ECI/ABP News/ABP Majha)
Exam : પરીક્ષા દરમિયાન પુરતી ઉંઘ ના લેનારાઓ સાવધાન! થઈ શકે છે ભયંકર નુકશાન
જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે શરીરની યોગ્ય કામગીરી માટે 8 થી 9 કલાકની ઊંઘ જરૂરી માનવામાં આવે છે.
Sleep is important before exam: આજકાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. કેટલાક બાળકોને એવી આદત હોય છે કે તેઓ અગાઉ ગમે તેટલું ભણ્યા હોય તેઓ પરીક્ષાની એક રાત પહેલા બધું જ રિવાઇઝ કરવા માગે છે. આ સ્થિતિમાં તેઓ રાત્રે ખૂબ જ ઓછી ઊંઘ લે છે અને કેટલીકવાર તેઓ આખી રાત ઉંઘતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના દિવસોમાં ઓછું સૂવું એ આદત બની જાય છે. આ આદત સારી નથી. નિષ્ણાતો પણ તેને નુંકશાનકારક માને છે. જાણો ઊંઘના અભાવને કારણે આપણા શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે અને તે આખરે આપણને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.
અપુરતિ ઊંઘ ના કારણે થઈ શકે ઘણી સમસ્યાઓ
વ્યક્તિ માટે કેટલી ઊંઘ જરૂરી છે તે મુખ્યત્વે તેની ઉંમર પર આધાર રાખે છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે શરીરની યોગ્ય કામગીરી માટે 8 થી 9 કલાકની ઊંઘ જરૂરી માનવામાં આવે છે.
સારી ઊંઘ સાથે શરીરના હોર્મોન્સ યોગ્ય રીતે કામ કરે છે. સુગર લેવલની જેમ ઇન્સ્યુલિન લેવલ પણ બરાબર રહે છે. શરીરનું કોલેસ્ટ્રોલ, લેપ્ટિન, ઘ્રેલિન અને કોર્ટિસોલનું સ્તર પણ બરાબર રહે છે. જ્યારે તેઓ યોગ્ય હોય છે, ત્યારે શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે.
ઊંઘની અછતને કારણે લેપ્ટિન, જેને સંતૃપ્તિ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઓછું થાય છે. તમે તેમાંથી ગમે તેટલું ખાઓ તમે સંપૂર્ણ કે સંતોષ અનુભવતા નથી. ઉલટું ઉંઘ ન આવવાને કારણે ઘ્રેલિન હોર્મોન સક્રિય થઈ જાય છે. તેના કારણે વ્યક્તિ વધુ ખાવાનું શરૂ કરે છે અને તેને અલગ-અલગ પ્રકારના મીઠા અને મીઠાવાળા ખોરાકની તલપ લાગે છે. એટલે કે તેને ખાવાનું મન થાય છે.
સૌથી ખરાબ વાત એ છે કે ઉંઘ ન આવવાને કારણે કોટ્રિસોલ હોર્મોન વધુ નીકળે છે. તેને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવામાં આવે છે. જેના કારણે શરીરમાં સોજો આવી શકે છે અને તમે બીમાર પણ થઈ શકો છો. માંદગીની સ્થિતિમાં પેપર આપવું પણ ખૂબ જ મુશ્કેલ કામ છે.
કોર્ટિસોલના સ્તરમાં વધારો થવાને કારણે યાદશક્તિ અને સંકલનમાં પણ સમસ્યા છે. તમારી યાદશક્તિ બગડી શકે છે, વસ્તુઓ ભૂલી શકો છો અને ભુલાઈ શકે છે. આ બધું તણાવ અને ચિંતામાં વધારો કરે છે અને મનમાં ડર પેદા કરે છે. તેથી પરીક્ષાના દિવસોમાં કે સામાન્ય દિવસોમાં ઊંઘ સાથે કોઈ જ સમાધાન ન કરો.
Education Loan Information:
Calculate Education Loan EMI