(Source: Poll of Polls)
Jobs: બેન્કમાં નોકરી કરવાની સુવર્ણ તક, આ બેન્કમાં 592 જગ્યાઓ માટે બહાર પડી મોટી ભરતી
BOB Recruitment 2024: જે ઉમેદવારો કોઈ કારણસર અરજી કરી શક્યા નથી તેઓ હવે અરજી કરી શકે છે, ફોર્મ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરવામાં આવશે
BOB Recruitment 2024: બેન્કમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સુવર્ણ તક સામે આવી છે. ઉમેદવારો પાસે બેંક ઓફ બરોડામાં નોકરી મેળવવાની મોટી તક છે. ઉમેદવારો આ ઝૂંબેશ માટે અધિકૃત સાઈટ bankofBaroda.in પર જઈને અરજી કરી શકે છે. તમે બેંક ઓફ બરોડામાં 592 વિવિધ પોસ્ટ માટે ભરતી માટે અરજી કરી શકો છો. અરજીની તારીખ લંબાવીને 29મી નવેમ્બર કરવામાં આવી છે જે અગાઉ 19મી નવેમ્બર હતી. જે ઉમેદવારો કોઈ કારણસર અરજી કરી શક્યા નથી તેઓ હવે અરજી કરી શકે છે, ફોર્મ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અહીં આપેલા પગલાઓ દ્વારા પણ અરજી કરી શકે છે.
આ છે ભરતી ડિટેલ્સ
આ ભરતી દ્વારા કુલ 592 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં મેનેજર બિઝનેસ (ફાઇનાન્સ)ની 1 પૉસ્ટ, MSME રિલેશનશિપ મેનેજરની 120 પોસ્ટ, MSME રિલેશનશિપ સીનિયર મેનેજરની 20 પૉસ્ટ, હેડ A1, માર્કેટિંગ ઑટોમેશન હેડ, મર્ચન્ટ બિઝનેસ એક્વાયરિંગ, પ્રૉજેક્ટ મેનેજર હેડ અને ડિજિટલ પાર્ટનરશિપની 1 પોસ્ટનો સમાવેશ થાય છે. લીડ ફિનટેકની પોસ્ટ ભરવામાં આવશે.
ઉપરાંત, ઝૉનલ લીડ મેનેજર મર્ચન્ટ એક્વિઝિશન બિઝનેસની 13 જગ્યાઓ, એટીએમ/કિયૉસ્ક બિઝનેસ યૂનિટ મેનેજરની 10 જગ્યાઓ, મેનેજર એઆઈ એન્જિનિયરની 10 જગ્યાઓ, મર્ચન્ટ એજન્સી ઑપ્સ ટીમમાં 12 પૉસ્ટ્સ, ન્યૂ એજ માર્કેટિંગ એપમાં 10 પૉસ્ટ્સ, UI/UX નિષ્ણાત/ ઉપયોગિતાની 8 જગ્યાઓ અને ડિજિટલ લીડિંગ જર્ની સ્પેશિયાલિસ્ટની 6 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
અરજી કરવા માટે યોગ્યતા
બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે, ઉમેદવારે પોસ્ટ મુજબ ગ્રેજ્યૂએશન/BE/B.Tech MBA/PGDM/CA/MBA પાસ કરેલ હોવું ફરજિયાત છે.
ઉંમરમર્યાદા
ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 22/25/26/30/33 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને પોસ્ટ મુજબ મહત્તમ વય મર્યાદા 28/34/35/36/40/45/50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ધ્યાનમાં રાખો કે 1 ઓક્ટોબરની તારીખને ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે. પૉસ્ટ મુજબના ઉમેદવારો વધુ માહિતી માટે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
કઇ રીતે કરશો અરજી
અરજી કરવા માટે બેંકની સત્તાવાર વેબસાઇટ bankofbadoda.in પર જાઓ
વેબસાઇટની મુલાકાત લીધા પછી, વર્તમાન ભરતીના વિકલ્પ પર જાઓ.
તે પછી ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો
તે પછી તમે જે પૉસ્ટ માટે અરજી કરવા માંગો છો તે મુજબ તમે વિકલ્પ પસંદ કરી શકો છો.
હવે જરૂરી માહિતી ભરીને નોંધણી કરો
આ પછી વધુ વિગતો ભરીને એપ્લિકેશન પૂર્ણ કરો.
પછી નિયત ફી ભરીને ભરેલું ફૉર્મ સબમિટ કરો.
આ પણ વાંચો
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Education Loan Information:
Calculate Education Loan EMI