Shah Rukh Khan: બૉલીવુડમાં શાહરૂખના 30 વર્ષ પુરા, 'બૉલીવુડના બાદશાહ'ના નામે છે આ ખાસ રેકોર્ડ, જાણો
બૉલીવુડમાં 30 વર્ષ પુરા કરનારા શાહરૂખ ખાને પહેલીવાર ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો, તે સમયે તેને વર્ષ 25 જૂન, 1992 એ શાનદાર ફિલ્મ આપી, શાહરૂખની પહેલી ફિલ્મ હતી 'દીવાના'..
30 Years Of Shah Rukh Khan: શાહરૂખ ખાન (Shah Rukh Khan), જેને બૉલીવુડના બાદશાહ કહેવામાં આવે છે. આજે તેને ભારતીય સિનેમા અને મનોરંજન ઉદ્યોગમાં કામ કરતા 30 વર્ષનો સમય થઇ ગયો છે. આટલા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડનારો શાહરૂખ ખાન એમ નેમ જ નથી બન્યો બૉલીવુડનો બાદશાહ, તેના માટે તેને ખુબ મહેનત અને સંઘર્ષ કર્યો છે.
બૉલીવુડમાં 30 વર્ષ પુરા કરનારા શાહરૂખ ખાને પહેલીવાર ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો, તે સમયે તેને વર્ષ 25 જૂન, 1992 એ શાનદાર ફિલ્મ આપી, શાહરૂખની પહેલી ફિલ્મ હતી 'દીવાના'.. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે ઋષિ કપૂર લીડ રૉલમાં હતો, પરંતુ ચર્ચા સૌથી વધુ ડેબ્યૂ એક્ટર શાહરૂખ ખાનની થઇ રહી હતી. તેની પહેલી ફિલ્મએ લોકોને દિવાના બનાવી દીધા. ત્યારબાદ શાહરૂખ ખાન ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક ટૉપ ફિલ્મો જેવી કે બાજીગર, ડર વગેરે આપીને પોતાનો સિક્કો જમાવી દીધો.
30 વર્ષની કેરિયરમાં શાહરૂખ ખાને અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો, 1990ના દાયકામાં શાહરૂખ ખાન ટૉપનો હીરો ગણાવવા લાગ્યો, તેની પાસે ફિલ્મોની ઢગલો થઇ ગયો હતો. તેને 62થી વધુ ફિલ્મો કરી હતી.
આ ઉપરાંત શાહરૂખ ખાનના નામે કમાણીનો રેકોર્ડ પણ છે, તેને હાઇએસ્ટ ગ્રૉસ્ટર ઓફ ધ ઇયરનો ખિતાબ પણ મળ્યો છે. તેને લગભગ 9 વાર આ સિદ્ધિ હાંસલ કરી છે.
1990 દાયકામાં શાહરૂખ ખાન એકમાત્ર એવો સફળ હીરો હતો, જેને 2006 અને 2014 ની વચ્ચે સતત 10 બેક ટૂ બેક હિટ ફિલ્મો આપી હતી. આ ઉપરાંત શાહરૂખ ખાન વિદેશોમાં પોતાની ફિલ્મો દ્વારા બેક ટૂ બેક 10 મિલિયન ડૉલરની કમાણી કરી છે, જે રેકોર્ડને અત્યાર સુધી કોઇ નથી તોડી શક્યુ.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ