શોધખોળ કરો

Vadodara: ફિલ્મ એક્ટ્રેસના ફ્લેટમાં મહેફિલ માણી રહેલા અમદાવાદના ભાજપના નેતા-એક્ટ્રેસની ધરપકડ, જાણો કોણ છે આ નેતા ને એક્ટ્રેસ ?

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતી એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદના 3 વ્યક્તિને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા.

વડોદરાઃ વડોદરા શહેરના આજવા રોડ પર રહેતી એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદના 3 વ્યક્તિને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા પૈકી આરોપી મિતેશ રબારી અમદાવાદ ભાજપનો અગ્રણી અને ફિલ્મ પોડ્યુસર હોવાનો ઘટસ્ફોટ થયો છે. અભિનેત્રીને નવી ફિલ્મમાં લેવાની હોવાથી આ પાર્ટી યોજી હોવાનું પણ બહાર આવ્યું છે. જેના ફ્લેટમાં મહેફિલ ચાલતી હતી તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ અને મોડલ છે.

વડોદરાના આજવા રોડ પર રહેતી યુવતીના ઘરે દારૂની મહેફિલ ચાલી રહી છે એવી બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. આર.કે. ટોરાની, ડી.જે. પ્રજાપતિ અને સ્ટાફના હર્ષદભાઈ, ધર્મેન્દ્રભાઇ, યોગેશભાઈ, રાકેશભાઈ, જૈનુલભાઈ અને હરદીપસિંહ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદ મેમનગર વિસ્તારની વિશ્રામનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ગજેન્દ્રભાઈ ગોસાઈ, બોડકદેવ અમદાવાદ ખાતે રહેતા નીરવ રાજેન્દ્રભાઈ શર્મા  અને અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી હર્ષિદ પાર્ક સોસાયટી ખાતે રહેતા મિતેશ અમૃતભાઈ રબારીને ઝડપી પાડયા હતા. પોલીસે દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનાર મકાનમાં રહેતી એક્ટ્રેસની પણ ધરપકડ કરી હતી.

પોલીસે યુવતીના મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલો, મોબાઇલ ફોન, બી.એમ.ડબલ્યુ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓને બાપોદ પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના આજવા રોડ ઉપર એક્ટ્રેસના ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

અમદાવાદથી આવેલા મિત્રોને દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનાર યુવતી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મિતેશ રબારી અમદાવાદ ભાજપનો અગ્રણી અને ફિલ્મ પોડ્યુસર હોવાનો ઘટસ્ફોટ થયો છે. મિતેશને ભાજપના પૂર્વ મંત્રી સાથે પણ ઘરોબો હોવાનું જાણવા મળ્યું છે. અને અભિનેત્રીને નવી ફિલ્મમાં લેવાની હોવાથી આ પાર્ટી યોજી હોવાનું પણ બહાર આવ્યું છે. અભિનેત્રીએ અગાઉ પણ મિતેશની ફિલ્મોમાં કામ કર્યું હતું.

Vadodara: ફિલ્મ એક્ટ્રેસના ફ્લેટમાં મહેફિલ માણી રહેલા અમદાવાદના ભાજપના નેતા-એક્ટ્રેસની ધરપકડ, જાણો કોણ છે આ નેતા ને એક્ટ્રેસ ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

ABP Premium

વિડિઓઝ

Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

Embed widget