શોધખોળ કરો
પોલીસની મંજૂરી લઈ ગર્લફ્રેન્ડને મળવા માંગે છે આ બોલીવૂડ અભિનેતા, જાણો વિગત
કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં ઘણા લોકો પોતાનાથી દૂર ફસાયા છે,

મુંબઈ: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં ઘણા લોકો પોતાનાથી દૂર ફસાયા છે, ત્યારે બોલીવૂડ અભિનેતા અલી ફઝલ અે ઋચા ચડ્ઢા પણ તેમા સામેલ છે.
લોકડાઉનના કારણે અલી ફઝલ અને ઋચા ચડ્ઢા એકબીજાથી દૂર છે અને વીડિયો કોલના માધ્યમથી એકબીજા સાથે વાત કરે છે.
ઋચા અને અલી એકબીજાને મળવા ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ અલીએ ઋચાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતા.
અલીએ ઋચાને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું તે મુંબઈ પોલીસની મંજૂરી લઈને તેને મળવા માંગે છે. હાલમાં જ એક ઈન્ટવ્યૂ દરમિયાન અલીએ મજાક કરતા કહ્યું, ક્વોરન્ટાઈનમાં ઋચા વગર રહેવું ઘણુ મુશ્કેલ છે. વિચારુ છુ કે મુંબઈ પોલીસની મંજૂરી લઈ આ દિવસોમાં પણ તેને મળતો આવું.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે ઋચા અને અલીના લગ્ન સ્થગિત કરવા પડ્યા છે. એવામાં તેણે પોતાના લગ્ન વિશે વાત કરતા કહ્યું, હાલ તો અમારા લગ્ન સ્થગિત થયા છે અને આ વાતનું ખૂબ જ દુખ છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ખેતીવાડી
દેશ
Advertisement