શોધખોળ કરો

'સત્યપ્રેમ કી કથા'ની સફળતા બાદ Kartik Aaryanએ મુંબઈમાં ખરીદ્યું ઘર, કિંમત જાણીને ઊડી જશે તમારા હોશ  

Kartik Aaryan: 'સત્યપ્રેમ કી કથા'ની સફળતાની ઉજવણી કરી રહેલા કાર્તિક આર્યનએ મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ અભિનેતાના ઘરની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે.

Kartik Aaryan Buys Luxury Apartment: આ દિવસોમાં કાર્તિક આર્યન તેની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ભૂલ ભુલૈયા 2 પછી આ ફિલ્મમાં પણ તે કિયારા અડવાણી સાથે સ્ક્રીન પર ધમાલ મચાવતો જોવા મળ્યો હતો. ફિલ્મને જે સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેની ઉજવણી કરવા ઉપરાંત કાર્તિકે કરોડોની કિંમતનો લક્ઝરી એપાર્ટમેન્ટ પણ ખરીદ્યો છે.

View this post on Instagram
 
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યને કરોડોની કિંમતનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો

કાર્તિક આર્યનએ જુહુમાં પ્રેસિડેન્સી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પોતાના માટે એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. હિંદુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર અભિનેતાએ 17.50 કરોડ રૂપિયામાં આ ફ્લેટ ખરીદ્યો છે. ફ્લેટનો વિસ્તાર 1916 ચોરસ ફૂટ છે અને તે સોસાયટીમાં સિદ્ધિ વિનાયક બિલ્ડિંગના બીજા માળે છે. કાર્તિકની માતા માલા તિવારી પણ આ જ બિલ્ડિંગના આઠમા માળે રહે છે અને તેણે 30 જૂને પોતાના પુત્ર વતી આ સોદો કર્યો હતો. અભિનેતાએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે 1.05 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તેમના લક્ઝરી એપાર્ટમેન્ટમાં બે કાર માટે પાર્કિંગ છે.

View this post on Instagram
 
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યન શાહિદ કપૂરના ફ્લેટનું લાખો ભાડું ચૂકવતો હતો

આપને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં કાર્તિક આર્યનએ જુહુ તારા રોડ પર પ્રનેતા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં શાહિદ કપૂરનો ફ્લેટ ભાડે લીધો હતો. 'ધમાકા' અભિનેતા 3 હજાર 681 સ્ક્વેર ફીટ વિસ્તારવાળા એપાર્ટમેન્ટ માટે 7.5 લાખ રૂપિયા માસિક ભાડું ચૂકવી રહ્યો હતો. 2019માં કાર્તિકે વર્સોવાના યારી રોડ પર રાજકિરણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 1.60 કરોડ રૂપિયામાં 459 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે અભિનેતા બનવા માટે ગ્વાલિયરથી મુંબઈ આવ્યો હતો, ત્યારે તે પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યો હતો.

કાર્તિકની ફિલ્મ 'સત્ય પ્રેમ કી કથા' કરી રહી છે સારું પર્ફોમન્સ 

તમને જણાવી દઈએ કે અભિનેતાએ 2011માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ પ્યાર કા પંચનામાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કાર્તિક વર્ષ 2015ની સિક્વલ પ્યાર કા પંચનામા 2માં પણ જોવા મળ્યો હતો. બીજી તરફ, કાર્તિકની તાજેતરની થિયેટર રીલીઝ 'સત્યપ્રેમ કી કથા' બોક્સ ઓફિસ પર જામી છે અને તેના પ્રથમ સપ્તાહમાં 50 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. ફિલ્મમાં કાર્તિક અને કિયારાની કેમેસ્ટ્રી ચાહકોને ઘણી પસંદ આવી છે. આ સાથે તે બોક્સ ઓફિસ પર નોટો છાપવામાં વ્યસ્ત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget