Kapoor Family : કંગનાની વાત સાચી પડી? સાચે જ નીતૂ કપૂરના પરિવારમાં પડ્યું ભંગાણ?
નીતુ કપૂરના પરિવારમાં પુત્ર રણબીર કપૂર, પુત્રવધૂ આલિયા ભટ્ટ, પૌત્રી રાહા છે. પરંતુ હાલમાં જ નીતુ કપૂરે પરિવારને લઈને એક આવી પોસ્ટ કરી છે જેને સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ છે.
Ranbir Kapoor Mom Neetu Cryptic Post About Family : કપૂર પરિવારને ઇન્ડસ્ટ્રીનો પહેલો પરિવાર કહેવામાં આવે છે. આ પરિવારનો મહત્વનો ભાગ છે નીતુ કપૂરનો પરિવાર. નીતુ કપૂરના પરિવારમાં પુત્ર રણબીર કપૂર, પુત્રવધૂ આલિયા ભટ્ટ, પૌત્રી રાહા છે. પરંતુ હાલમાં જ નીતુ કપૂરે પરિવારને લઈને એક આવી પોસ્ટ કરી છે જેને સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ છે.
નીતુ કપૂરની પોસ્ટમાં શું છે?
નીતુ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી શેર કરેલી પોસ્ટ પર તેણે લખ્યું- 'આ જ કારણ છે કે અમારા પરિવારો હવે પહેલા જેવા નથી રહ્યા. કારણ કે, પરિવારને સાચવનારાઓને આપણે દફનાવીએ છીએ. નીતુ કપૂરે તેની સ્ટોરી પર પમ્મી બક્ષી ગૌતમની પોસ્ટ પોતાની સ્ટોરી પર પોસ્ટ કરી હતી.
લોકોનું ધ્યાન નીતુ દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર ગયું છે કારણ કે, તાજેતરમાં જ કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી. જેમાં કંગના એક સ્ટાર કપલનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતી જોવા મળી હતી. ત્યાર બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે, તે રણબીર અને આલિયાના લગ્ન પર ટોણો મારી રહી છે. હવે નીતુ કપૂરની પોસ્ટ કંગનાની વાતને જાણે આડકતરી રીતે સાચી ઠેરવી રહી હોય તેમ લાગે છે.
કંગનાએ શું કહ્યું?
કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા લખ્યું- 'આવું થાય છે જ્યારે તમે કોઈ ફિલ્મના પ્રમોશન માટે લગ્ન કરો છો. આ અભિનેતાએ ફિલ્મ માફિયાના દબાણમાં લગ્ન કર્યા હતા. બદલામાં ફિલ્મ મેળવવા માટે તે પાપા કી પરી સાથે લગ્ન કરે છે, હવે તે આ નકલી લગ્નમાંથી છુટકારો મેળવવા માંગે છે! હવે તેણે ફક્ત તેની પત્ની અને બાળકની સંભાળ રાખવાની છે. આ ભારત છે, અહીં એકવાર લગ્ન થઈ જાય પછી તેને નિભાવવા પડે છે. કંગનાએ તો ત્યાં સુધી પણ દાવો કર્યો હતો કે, આ બોલિવુડ કપલ એકબીજાથી અલગ જુદા જુદા ફ્લોર પર આવેલા ઘરમાં રહે છે.
આલિયા અને રાહા ફેમિલી ટ્રીપમાં પણ જોવા મળ્યા ન હતા
અગાઉ નીતુ કપૂરનો જન્મદિવસ હતો, જ્યારે આખો પરિવાર ઉજવણી કરવા મુંબઈની બહાર ગયો હતો. આ દરમિયાન નીતુની સાથે તેનો પુત્ર અને અભિનેતા રણબીર કપૂર હતો. જ્યારે પુત્રી રિદ્ધિમા અને તેની પુત્રી સમાયરા પણ હાજર હતી. જ્યારે ઘણા લોકોએ નોંધ્યું હતું કે, આલિયા ભટ્ટ આ વેકેશનમાં ફેમિલી ટ્રીપમાં જોવા મળી નથી. તેમજ રાહા તેના પિતા અને દાદી સાથે દેખાઈ નહોતી. આ સ્થિતિમાં ઘણા લોકો કોમેંટ સેક્સનમાં પરિવારમાં અણબનાવ વિશે વાત કરતા જોવા મળ્યા. જોકે નીતુએ આલિયાને આ ટ્રિપ પર યાદ કરતા ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આલિયાએ પણ દિલ બનાવીને કોમેન્ટ કરી હતી.