ટીવી રિયાલિટી શો ‘લોકઅપ’માં કંગના રનૌતનો ખુલાસો- બાળપણમાં થઇ હતી સેક્યુઅલ હેરેસમેન્ટનો શિકાર
આ બધું સાંભળીને કંગનાએ કહ્યું કે દર વર્ષે ઘણા બાળકો જાતીય શોષણનો શિકાર બને છે. તેઓ ક્યારેય આ અંગે ખુલીને વાત નથી કરતા. અભિનેત્રીએ કહ્યું કે, 'મેં પણ આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે,
ટીવી રિયાલિટી શો 'લોકઅપ'ના રવિવારે પ્રસારિત થયેલા એપિસોડમાં શોની હોસ્ટ કંગના રનૌતે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કંગનાએ કહ્યું કે બાળપણમાં પણ તેને જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં શોના એક સ્પર્ધક મુનવ્વર ફારૂકીએ એક ટાસ્ક દરમિયાન કહ્યું હતું કે તે બાળપણમાં જાતીય શોષણનો શિકાર બન્યો હતો. મુનવ્વરની વાત સાંભળ્યા બાદ કંગનાને પણ તેની સાથે બનેલી આવી જ ઘટના યાદ કરી હતી.
વાસ્તવમાં શોના અન્ય એક સ્પર્ધક સાયશા શિંદેએ શોની એક સ્પર્ધકને તેના જીવનનું એક મોટું રહસ્ય બધાને જણાવવા માટે કહ્યું હતું. આ સ્થિતિમાં મુનવ્વર ફારૂકીએ આગળ આવીને કહ્યું કે તે માત્ર 11 વર્ષનો હતો જ્યારે તેના જ નજીકના સંબંધી દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. મુનવ્વરે જણાવ્યું હતું કે મારી જાતીય સતામણી થઈ ત્યારે હું માત્ર છ વર્ષનો હતો અને હું 11 વર્ષનો થયો ત્યાં સુધી આ ચાલુ રહ્યુ હતું. જાતીય શોષણ કરનાર બીજુ કોઇ નહી પરંતુ મારા બે સગા હતા. એ વખતે હું નાનો હતો અને આ બધી વાતો સમજી શકતો નહોતો. પછી એક વાર બહુ થઈ ગયું પછી પેલા બંને સગાંઓને લાગ્યું કે હવે અમારે છોડી દેવું જોઇએ. મુનવ્વર એ વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે તેના પિતાને આ વિશે કહ્યું તો તેઓ ખૂબ ગુસ્સે થયા અને કહ્યું કે આવી વાતો બહાર ન આવવી જોઈએ.
આ બધું સાંભળીને કંગનાએ કહ્યું કે દર વર્ષે ઘણા બાળકો જાતીય શોષણનો શિકાર બને છે. તેઓ ક્યારેય આ અંગે ખુલીને વાત નથી કરતા. અભિનેત્રીએ કહ્યું કે, 'મેં પણ આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે, હું ત્યારે બાળક હતી અને અમારા ટાઉનશીપનો છોકરો મને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો, ત્યારે હું પણ નાની હતી અને મને આ વાતનો અર્થ સમજાતો નહોતો'.
LSG vs MI: કેએલ રાહુલે મુંબઈ સામે સીઝનની બીજી સદી ફટકારી સાથે આ અનોખો રેકોર્ડ પણ બનાવ્યો...
બિકીની પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છાપવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સે કપડાની બ્રાન્ડની ઝાટકણી કાઢી
Nia Sharma Video: રેડ સાડીમાં 'ટિપ ટિપ બરસા પાની' ગીત પર નિયા શર્માનો હોટ ડાન્સ, જુઓ વીડિયો
WHOનો મોટો દાવોઃ બાળકોમાં જોવા મળી રહ્યા છે અજ્ઞાત મૂળના હેપેટાઈટિસના કેસ, આ મોટા દેશ ઝપેટમાં આવ્યા