Love Affair : આ અભિનેત્રીએ સહેલીને જ આપેલો દગો- પતિને પટાવ્યો, પ્રેગ્નેન્ટ પણ થઈ અને...
22 વર્ષની ઉંમરે અમૃતાએ 2002માં રિલીઝ થયેલી 'કિતને દૂર કિતને પાસ'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ અમૃતાએ 22 ફિલ્મો કરી હતી.
Actress Married to Her Best Friend Husband : મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ બોલિવૂડમાં 21 ફિલ્મોમાં કામ કર્યું છે. 45 વર્ષની અભિનેત્રી અમૃતા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ફિલ્મોની સાથે અમૃતા રિયાલિટી શોમાં પણ ભાગ લે છે. 20 વર્ષથી એક્ટિંગની દુનિયામાં કામ કરી રહેલી અમૃતાના લગ્ન કરિયર કરતા વધુ મજબૂત હતા. અમૃતાએ વર્ષ 2009માં બિઝનેસમેન શકીલ લડાક સાથે લગ્ન કર્યા હતા. શકીલ અને અમૃતા કોલેજકાળથી મિત્રો છે.
પરંતુ શકીલે પહેલા અમૃતા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં છૂટાછેડા લીધા અને અમૃતા સાથે ભવ્ય લગ્ન કર્યા. શકીલની પૂર્વ પત્નીએ આક્ષેપો કર્યા હતા. મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેત્રી અમૃતા સાથેના આ અફેરના કારણે જ તેના લગ્ન તૂટી ગયા હતા. અમૃતાનો પરિવાર કાસ્ટ અને કલ્ચરની એકતાનું ઉદાહરણ છે. અમૃતાની માતા જોયસ પોલીકાર્પ મલયાલી ખ્રિસ્તી છે. જ્યારે અમૃતાના પિતા અનિલ અરોરા પંજાબી છે. અમૃતાના પતિ શકીલ લડાક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. અમૃતાની મોટી બહેન મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા.
પાકિસ્તાની ક્રિકેટર સાથે અફેર
31 જાન્યુઆરી 1981ના રોજ જન્મેલી અમૃતા અરોરાએ માત્ર 22 વર્ષમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અમૃતાએ તેની મોટી બહેન મલાઈકાના માર્ગે ચાલીને વિડીયો જોકી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 22 વર્ષની ઉંમરે અમૃતાએ 2002માં રિલીઝ થયેલી 'કિતને દૂર કિતને પાસ'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ અમૃતાએ 22 ફિલ્મો કરી હતી.
ડેબ્યૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહોતી. પરંતુ અમૃતા લાઈમ લાઈટમાં જરૂર આવી હતી. વર્ષ 2004માં અમૃતાનું અફેર પાકિસ્તાનમાં જન્મેલા ઈંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન સાથે શરૂ થયું હતું. ઉસ્માન ક્રિકેટ મેચ માટે ભારતમાં હતો. અહીં જ બંનેની મુલાકાત થઈ હતી. વર્ષ 2008માં હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં અમૃતાએ કહ્યું હતું કે, હું ઉસ્માનને પ્રેમ કરતી હતી. ઉસ્માનના કારણે જ મારો બીજો પ્રેમ ક્રિકેટ હતો. ઉસ્માન તે દિવસોમાં ભારત આવતો હતો અને બંને હાઈપ્રોફાઈલ પાર્ટીમાં જતા હતા. ઉસ્માનનો ભાઈ બોલિવૂડમાં પગ જમાવવા માંગતો હતો જેમાં અમૃતાએ પણ તેની મદદ કરી હતી. જોકે, વર્ષ 2006માં તેમના સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો.
શકીલ લડકની નજીક આવી
અમૃતા અરોરા અને શકીલ લડક કોલેજના દિવસોથી મિત્રો હતા. શકીલની પત્ની નિશા અને અમૃતા પણ મિત્રો હતા. વર્ષ 2005 દરમિયાન અમૃતાની શકીલ સાથે મિત્રતા વધી હતી. ત્યાર બાદ શકીલના લગ્નજીવન ડામાડોળ થવા લાગ્યું. વર્ષ 2008માં શકીલે તેની પત્ની નિશા સાથે છૂટાછેડા લીધા હતા.
છૂટાછેડા બાદ નિશાએ ઘણા આરોપોની વણઝાર સર્જી દીધી હતી. જેમાં તેણે છૂટાછેડાનું કારણ શકીલ અને અમૃતાના સંબંધોને હોવાનું જણાવ્યું હતું. જોકે શકીલ અને અમૃતાએ મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા. અમૃતાએ ત્રણ ધર્મ અનુસાર લગ્ન કર્યા હતાં. પહેલા લગ્ન ક્રિશ્ચિયન સેરેમનીમાં થયા. જેમાં કરીના કપૂર અને અર્પિતા ખાનબ્રાઈડમેટ્સ બની હતી અને મોટી બહેન અમૃતા મેડ ઓફ ઓનર હતી. ત્યાર બાદ નિકાહ થયા અને અંતે પંજાબી પરંપરા અનુંસાર લગ્નની વિધિ પણ કરી હતી.