Cruise Drugs Party Case: ડ્રગ્સ મામલે આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
મુંબઈની એક કોર્ટે આજે ક્રુઝ પાર્ટી સંબંધિત ડ્રગ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.
મુંબઈની એક કોર્ટે આજે ક્રુઝ પાર્ટી સંબંધિત ડ્રગ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. અગાઉ, સુનાવણી દરમિયાન, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 11 ઓક્ટોબર સુધી આર્યન ખાન સહિત આઠ લોકોની કસ્ટડી માંગી હતી. એનસીબીના વકીલ અનિલ સિંહે જણાવ્યું કે એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા અર્ચિત કુમારે પૂછપરછમાં આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટનું નામ આપ્યું છે. આવી સ્થિતિમાં બધાએ સાથે બેસીને પૂછપરછ કરવી જરૂરી છે.
4 ઓક્ટોબરના રોજ છેલ્લી સુનાવણી વખતે, એનસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે, તેને વોટ્સએપ ચેટ મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે પેડલર્સ સાથે ચર્ચા કરી હતી અને લિંક્સની તપાસ માટે આર્યન ખાન(aryan khan), અરબાઝ મર્ચન્ટ(Arbaaz Marchant) અને મુનમુન ધામેચાની કસ્ટડી માંગી હતી. ત્યારબાદ કોર્ટે ત્રણેયની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી.
અભિનેતા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનના વકીલે કોર્ટને (Court) જણાવ્યું હતું કે, આર્યન ખાનને આ પાર્ટીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતો અને તેમને કોઈ સીટ કે કેબિન પણ ફાળવવામાં આવી ન હતી. વકીલ સતીશ માનશીંદેએ આર્યન ખાનને પેડલર્સ સાથે કોઈ કનેક્શન હોવાનો પણ ઇનકાર કર્યો હતો અને NCB પર આરોપ લગાવ્યો હતો કે, તેનો કેસ માત્ર વોટ્સએપ ચેટ્સ પર આધારિત છે. દરમિયાન, એનસીબીએ આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. NCB મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે જણાવ્યું હતું કે બિટકોઈન સાથે જોડાયેલી કેટલીક લિંક્સ પણ સામે આવી રહી છે.
ASG અનિલ સિંહે કહ્યું, મારા મિત્ર મિસ્ટર માનશિંદે એક વાર્તાની જેમ દલીલો કરી. તેમણે દાવો કર્યો કે આર્યન નિર્દોષ છે. હું તેમને આર્યનનું સ્ટેટમેન્ટ બતાવવા માગું છું. આ બતાવવાનું કારણ એ છે કે તમે એક વાર્તા ઘડી કાઢી છે. NCBએ અડધો કલાક પહેલાં જ એક આરોપીની ધરપકડ કરી છે. એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહે NCB તરફથી દલીલો કરી હતી. તેમણે જૂના કેસનો રેફરન્સ આપ્યો હતો. ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદેએ ડિમાન્ડ કરી હતી કે NCB ધરપકડથી લઈ કસ્ટડીમાં રાખવા સુધીની તમામ માહિતી કોર્ટને આપે.
3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ ટર્મિનલમાંથી NCBએ અરબાઝ તથા આર્યન ખાનને પકડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે, 6 ઓક્ટોબરે આર્યન ખાનને NCB લોકઅપમાંથી જેજે હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે (6 ઓક્ટોબર) NCBએ વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ વિદેશી વ્યક્તિ પર ક્રૂઝમાં ધરપકડ કરાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે.