પોર્ન ફિલ્મોથી 146 કરોડની રેવેન્યૂ કમાવવાના ટાર્ગેટ પર કામ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, 34 કરોડના નફા પર હતી નજર!
Raj Kundra Case: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)પોર્ન ફિલ્મ રેકેટની ચૂંગાલમાં ફસાયા છે કે તેમનું નિકળવું મુશ્કેલ છે. રાજ કુંદ્રાની કસ્ટડી હવે 14 દિવસ વધારવામાં આવી છે.
Raj Kundra Case: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)પોર્ન ફિલ્મ રેકેટની ચૂંગાલમાં ફસાયા છે કે તેમનું નિકળવું મુશ્કેલ છે. રાજ કુંદ્રાની કસ્ટડી હવે 14 દિવસ વધારવામાં આવી છે. મુંબઈ પોલીસને આજે રાજ કુંદ્રાની કંપની બોલીફેમ મીડિયા લિમિટેડના ફાઈનેન્શિયલ ટાર્ગેટ ડિટેલ મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે જ્યારે પ્રથમ ચાર્જ શીટ ફાઈલ કરી તો તેમની પાસે કુંદ્રાની કંપનીના નફા અને ટાર્ગેટની તમામ જાણકારી હતી.
મીડિયા રિપોર્ટનું માનીએ તો ચાર્જ શીટમાં એક પ્રેઝેન્ટેશન સામેલ છે જેમાં 2023-24 સુધી 146 કરોડના ગ્રોસ રેવન્યૂનું પ્રોજેક્શન છે. આ સાથે જ 2023-24 માં 34 કરોડના નેટપ્રોપિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 2021-22 અને 2022-23 ના રેવેન્યૂ અને પ્રોફિટ સામેલ છે. કુંદ્રાની કંપની 2021-22 માં 36,50,00,000 (36 કરોડ) નો ગ્રોસ રેવેન્યૂ અને 4,76,85,000 (4.76 કરોડ) કમાવવાની હતી. 2022-23 માં તેમનો નેટ પ્રોફિટનું લક્ષ્ય 73,00,00,000 (73 કરોડ રુપિયા) હતો. એક ઈન્ટરવ્યૂમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીએ કહ્યું અમને રાજ કુંદ્રાના પૂર્વ પીએ ઉમેશ કામત પાસેથી આ તમામ ડોક્યૂમેન્ટ મળ્યા છે. જ્યારે તપાસ આગળ વધશે ત્યારે અમને બોલીફેમ વિશે ઘણી વધારે મહત્વની જાણકારી મળશે.
તમને જણાવી દઈએ કે જ્યારે રાજ કુંદ્રાની હોટશોટ્સ એપ બેન થઈ તો તમામ કન્ટેન બોલીફેમ પર શિફ્ટ થયું હતું. ક્રાઈમ બ્રાંચના અધિકારી મુજબ, સર્વર, ઘણી ફાઈલ્સ અને ડૉક્યૂમેન્ટ રાજ કુંદ્રાની ઓફિસ પર દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવ્યા જેનાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની છે. તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાને 19 જૂલાઈએ મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની કસ્ટડી બે વખત વધારવામાં આવી છે.
રાજકુંદ્રાને 19 જુલાઇએ અશ્લિલ ફિલ્મ બનાવવાના મામલે પોલીસે ધરપકડ કરી હતી,. બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે અન્ય 10 લોકોની પણ ધરપકડ કરાઇ હતી. રિપોર્ટસ મુજબ રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મમાં મોટું રોકાણ કર્યું હતું અને તે તગડી કમાણી પણ કરતા હતા. આજે રાજ કંદ્રાને કોર્ટમાં હાજર કરાયા હતા અને તેમની 14 દિવસની પોલીસ કસ્ટડી વધારાઇ છે.