HOLI 2022 : કેટરીનાએ લગ્ન બાદ વિકી અને પુરા પરિવાર સાથે ઉજવી પહેલી હોળી, જુઓ ફોટો
HOLI 2022 : કેટરીના કૈફે લગ્ન બાદ સાસુ-સસરા સાથે પહેલી હોળી ઉજવી, ફોટોમાં જોવા મળ્યો આખો પરિવાર.

HOLI 2022 : ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની દુનિયામાં આ વર્ષે ઘણા એવા સેલેબ્સ છે જેઓ લગ્ન પછી પહેલી હોળી સેલિબ્રેટ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં, ઘણા સેલેબ્સે લગ્ન કર્યા છે અને આ વર્ષે તેઓ તેમની પત્ની અથવા પતિ સાથે પ્રથમ હોળીની ઉજવણી કરી રહ્યા છે. આ લિસ્ટમાં કેટરિના અને વિકી કૌશલનું પણ નામ છે.
નવવિવાહિત કપલ વિકી અને કેટરીનાના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા અને લગ્ન પછી બંનેની આ પહેલી હોળી છે. આવી સ્થિતિમાં, બંને તેમની હોળી કેવી રીતે ઉજવશે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. તેથી ચાહકોની આ ઉત્સુકતાને સમાપ્ત કરીને વિકી અને કેટરીનાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર હોળીની ઉજવણીના ફોટા શેર કર્યા છે, જેમાં અભિનેત્રી તેના સાસરિયામાં ઘરે હોળીની ઉજવણી કરતી જોવા મળે છે.
View this post on Instagram
આ ફોટોમાં વિકીનો હેપ્પી ફેમિલી જોવા મળી રહ્યો છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે. ફોટોમાં વિકી સેલ્ફી લઈ રહ્યો છે જ્યારે કેટરીના તેની સાસુ સાથે તેની પાછળ ઉભી છે.કેટરિના અને વિકીની સાથે અભિનેતાના પિતા શામ કૌશલ અને ભાઈ સની કૌશલ પણ પોઝ આપતા જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામના કેપ્શનમાં બધાને હોળીની શુભકામનાઓ આપી છે.
લગ્ન પછી વિકી અને કેટરીના કૈફ એકબીજા સાથે વધુ સમય વિતાવી શક્યા નથી, કારણ કે બંને તેમની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ વ્યસ્તતા વચ્ચે પણ બંને એકબીજા માટે થોડો સમય કાઢે છે. હાલમાં જ બંનેએ ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
