વધુ એક હૉટ એક્ટ્રેસે એક્ટિંગ છોડી ધર્મનો માર્ગ પકડ્યો, કઇ જાણીતી ટીવી સીરિયલમાં કરતી હતી કામ.....
હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ નામ ઉમેરાયુ છે અને તે છે ટીવી એક્ટ્રેસ અનઘા ભોસલે. અનઘા ભોસલેએ પણ જાણીતો શૉ અનુપમાને છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે.

મુંબઇઃ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિવસે દિવસે નવી નવી એક્ટ્રેસ ડેબ્યૂ કરી રહી છે, અને આ સાથે શૉ અને ફિલ્મો પણ વધી રહી છે. જેના કારણે દરેકને કામ મળી રહ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે, અને તે છે એક્ટિંગ છોડવાની. આ પહેલા દબંગ એક્ટ્રેસ જાયરા વસીમ ધર્મના નામે એક્ટિંગ છોડી ચૂકી છે, અને હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ નામ ઉમેરાયુ છે અને તે છે ટીવી એક્ટ્રેસ અનઘા ભોસલે. અનઘા ભોસલેએ પણ જાણીતો શૉ અનુપમાને છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે.
અનુપમા સીરિયલમાં કરતી હતી કામ -
એક્ટ્રેસ અનઘા ભોસલે રાજન શાહીના પૉપ્યૂલર શૉ ‘અનુપમા’માં કેરિંગ અને માસૂમ નંદિનીની ભૂમિકા ભજવતી જોવા મળતી હતી. એક્ટ્રેસે પોતાના રૉલથી લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ હવે તેને રૂપાલી ગાંગુલી સ્ટારર જાણીતો શૉ છોડી દીધો, અને હવે તેણે ઈન્ડસ્ટ્રી અને કરિયર છોડવાનો નિર્ણય લીધો છે. તેને ધર્મથી પ્રેરાણને આ ફેંસલો કર્યો છે. એક્ટ્રેસ આધ્યાત્મિક કારણોસર આ કારકિર્દી છોડવા જઈ રહી છે. આ જાહેરાત બાદ જ અનઘા ભોસલે તીર્થસ્થાન માટે રવાના પણ થઈ ગઈ છે.
View this post on Instagram
હવે અનઘા ભોસલે ભગવાન કૃષ્ણના મંદિર જગન્નાથ પુરી જવા રવાના થઈ ગઈ છે. આ સફરની શરૂઆત કરીને તેણે બેકપેક સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે લખ્યું છે કે, તમે નહીં જાઓ તો તમને ખબર નહીં પડે, એકલા મુસાફરી કરવી વધુ સારું છે.
અનગાએ એક સિક્વન્સ પછી શો છોડી દીધો. જ્યાં તેણે સમર શાહ સાથેની તેની ઓનસ્ક્રીન લવ લાઈફનો અંત આણ્યો અને શોમાંથી બહાર નીકળી ગઈ. પરંતુ ચાહકોને આશા હતી કે ટૂંક સમયમાં તે ફરી એકવાર શોમાં પરત ફરી શકે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram

