OTT પર ધૂમ મચાવે છે પાકિસ્તાનની આ પાંચ ટીવી સીરિયલો, ભારતીયો પણ અહીંથી જોઇ શકે છે આ શૉ, જાણો
જો તમે પણ પાકિસ્તાની ડ્રામોનો જેવા માંગતા હોય તો આજે અમે અહીં તમને એવા પાંચ બેસ્ટ શૉ બતાવી રહ્યાં છીએ,
Pakistani Tv Shows: આજકાલ ભારતીયીયોમાં પાકિસ્ત્તાની ટીવી ડ્રામા જોવાનો ખુબ ક્રેઝ વધી ગયો છે. કોઇને તે સીરીયલોની કહાની પસંદ આવે છે, તો કોઇને ત્યાંના સ્ટાર્સ, કુલ મળીને જોઇએ તો ભારતમાં પણ કેટલાય લોકો પાકિસ્તાની સીરિયલનોની ભરપુર મજા લઇ રહ્યાં છે. જો તમે પણ પાકિસ્તાની ડ્રામોનો જેવા માંગતા હોય તો આજે અમે અહીં તમને એવા પાંચ બેસ્ટ શૉ બતાવી રહ્યાં છીએ, જે પાકિસ્તાની છે, અને પાકિસ્તાનમાં ખુબ લોકપ્રિય છે. જાણો.......
હમસફર -
અમારા લિસ્ટમાં પહેલા નંબર પર છે ‘હમસફર’ (Humsafar). આ પાકિસ્તાનીને બેસ્ટ ડ્રામા છે, જેનો ઇન્ડિયામાં પણ ખુબ ક્રેઝ છે, તમે આને નેટફ્લિક્સ દ્વારા જોઇ શકો છો. આમાં લીડ એક્ટરમાં ફવાદ ખાન અને માહિરા ખાન છે. બન્નેની રોમેન્ટિક લોકોને ખુબ પસંદ આવી રહી છે.
જિંદગી ગુલઝાર હૈ -
આ લિસ્ટમાં બીજુ નામ જિંદગી ગુઝલાર હૈ (Zindagi Gulzar Hai) ટીવી શૉનુ છે. આમાં પણ લીડ એક્ટર ફવાદ ખાન જ છે, વળી લીડ એક્ટ્રેસના રૉલમાં સોનમ સઇદ દેખાઇ રહી છે. આ એક રોમેન્ટિક ડ્રામા છે જેને તમે નેટફ્લિક્સ પરથી જોઇ શકો છો.
દામ -
બેસ્ટ સીરિયલના લિસ્ટમાં હવે નામ છે ‘દામ’ (Daam) શૉનુ. જેમાં બે છોકરીઓ ઝારા અને મલીહાની દોસ્તીને બતાવવામાં આવી છે. જેના પરિવારમાં ખુબ મોટુ અંતર હોય છે, દોસ્તીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે, જ્યારે મલીહાનો ભાઇ ઝારા સાથે લગ્ન કરવા માંગે છે, બાકી શૉનો આનંદ તમે નેટફ્લિક્સ પરથી ઉઠાવી શકો છો.
દાસ્તાન -
આગળનુ નામ છે ‘દાસ્તાન’ (Dastaan)નું. જેને નેટફ્લિક્સ પર જોઇ શકાય છે. ખાસ વાત છે કે આ શૉમાં પણ ફવાદ ખાન જ છે. વળી આની સાથે એક્ટ્રેસ સનમ બલોચ અને સબા કમર દેખાઇ રહી છે. આ ડ્રામાની કહાની એક લવ ટ્રાયએન્ગલ પર આધારિત છે, આમાં ભારત અને પાકિસ્તાનની ભાગલા સમયની લવ સ્ટૉરી આમાં બતાવવામાં આવી છે.
સદકે તુમ્હારે -
છેલ્લુ નામ છે ‘સદકે તુમ્હારે’ (Sadqay Tumhare)નુ, જેમાં માહિરા ખાને લીડ રૉલ પ્લે કર્યો છે. જે ઓછી ઉંમરમાં જ લગ્નનો શોખ રાખતા પોતાના કજિન ભાઇ પર જ પોતાનુ દિલ હારી જાય છે, આ ડ્રામા પણ નેટફ્લિક્સ પર અવેલેબલ છે.
આ પણ વાંચો....
Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs
આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે
India Corona Cases Today: ભારતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસ 63 હજારને પાર
નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!