'મારે પુરુષોની જરૂર નથી, કેમ કે હું....', કહીને આ એક્ટ્રેસે પોતાની જાત સાથે જ કરી લીધા લગ્ન, સિંદૂર-મંગળસુત્ર વાળી તસવીરો વાયરલ
કનિષ્કા સોનીની આ માંગ અને મંગળસુત્ર વાળી તસવીરો જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. ફેન્સ જુદીજુદી કૉમેન્ટો કરી રહ્યાં છે.

Kanishka Soni Marries Herself: બદલાતા જમાનામાં લગ્ન અને રિલેશનશીપને લઇને લોકોના વિચારો બદલાઇ રહ્યાં છે. મૉડર્ન વર્લ્ડની કેટલીય છોકરીઓ એકલા રહીને જીંદગી પસાર કરવાનુ વધુ પસંદ કરી રહી છે. આ કડીમાં જાણીતી હૉટ એક્ટ્રેસનુ નામ પણ જોડાઇ ગયુ છે. 'દીયા ઔર બાતી હમ' ફેમ ટીવી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પણ કંઇક આવુ જ કર્યુ છે, ગુજરાતી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે, આ સાંભળીને ફેન્સ ચોંકી રહ્યાં છે.
એક્ટ્રેસે પોતાની જાત સાથે કર્યા લગ્ન -
કનિષ્કા સોનીએ તાજેતરમાં જ પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે સેથામાં સિંદુર પુરીને અને ગળામાં મંગળસુત્ર પહેરીને દેખાઇ રહી છે. આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે કેપ્શન પણ લખ્યું છે જેને વાંચીને ફેન્સના હોશ ઉડી ગયા છે, તેને પોતાની જાત સાથ લગ્ન કરી લીધા છે.
કનિષ્કા સોનીએ મંગળસુત્ર વાળી પોતાની તસવીરો શેર કરતા લખ્યું- મે મારી જાત સાથે લગ્ન કરી લીધા છે, મે મારા તમામ સપના જાતે જ પુરા કર્યા છે, અને જે વ્યક્તિના પ્રેમમાં હુ છું તે છે હું ખુદ, મને કોઇ પુરુષની જરૂર નથી, હું મારી ગિટારની સાથે હંમેશા એકલા અને એકાંતમાં ખુશ છું, હું દેવી છુ, હું મજબૂત અને શક્તિશાળી છું, શિવ અને શક્તિ બધુ મારી અંદર છે. થેન્ક્યૂ......
View this post on Instagram
કનિષ્કા સોનીની આ માંગ અને મંગળસુત્ર વાળી તસવીરો જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. ફેન્સ જુદીજુદી કૉમેન્ટો કરી રહ્યાં છે. એડવેન્ચરને પ્રેમ કરનારી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ બતાવ્યુ કે મને એડવેન્ચર ખુબ પસંદ છે. હું એવી વસ્તુઓ પસંદ કરુ છુ જે મારા દિવસને યાદગાર બનાવે, હું મોટાભાગની પાર્ટીને અવૉઇડ કરુ છે.
ઉલ્લેખનીય છે કે કનિષ્કા સોનીએ ટીવીના ફેમસ શૉ દીયા ઔર બાતી હમ, પવિત્ર રિશ્તા અને દેવી આદિ પરાશક્તિ જેવા શૉમાં કામ કર્યુ છે. જોકે હવે કનિષ્કા સોની હૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે, હૉલીવુડ એન્ટ્રી કરવા માટે તેને ટીવી ઇન્ડસ્ટ્રીને છોડી દીધી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો
Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો
Amul-Mother Dairy Milk Costly: અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘું, જાણો નવા ભાવ
AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
