નાણા મંત્રાલયનુ કહેવુ છે કે ભારત સરકાર 2011થી દર વર્ષે દેવાના આંકડા રજૂ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સરકારના દેવામાં ઘટાડો થશે. સરકાર રાજકોષિય ખાધ ઓછી કરવા માટે માર્કેટ લિન્કડ બોરોઈંગ્સનો સહારો લઈ રહી છે.
2/3
દેવામાં ભારે વધારો થવા પાછળનુ કારણ પબ્લિક ડેબ્ટમાં થયેલો લગભગ 51 ટકાનો વધારો છે. પબ્લિક ડેબ્ટ એટલે કે જાહેર દેવુ 48 લાખ કરોડથી વધીને 73 લાખ કરોડ પર પહોંચ્યુ છે. જયારે માર્કેટ લોન 47.5 ટકા વધીને 52 લાખ કરોડ રુપિયા કરતા વધારે રહી છે.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા અનેક લોકભોગ્ય જાહેરાત કરવાનું વિચારી રહી છે. પરંતુ બીજી બાજુ રાજકોષીય દેવું પણ મુશ્કેલી ઉભી કરી શકે એમ છે. એક અહેવાલ અનુસાર પીએમ મોદીના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં ભારત સરકાર પર 49 ટકા દેવું વધી ગયું છે. શુક્રવારે કેન્દ્ર સરકાર પર લોનના સ્ટેટસ રિપોર્ટની આઠમું સંસ્કરણ જારી કરવામાં આવ્યું. અહેવાલ અનુસાર વિતેલા સાડા ચાર વર્ષમાં સરકાર પર દેવું 49 ટકા વધીને 82 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. નાણાં મંત્રાલયના આંકડા અનુસાર જૂન 2014માં સરકાર પર કુલ દેવું 54,90,763 કરોડ રૂપિયા હતું, જે સપ્ટેમ્બર 2018માં 82,03,253 કરોડ રૂપિયા થઈ ગયું છે.