નવી દિલ્હી: પ્રજાસતાક દિવસ પર લદાખમાં 18 ફુટની ઉંચાઈ પર ઇન્ડો-તિબેટ સીમા પોલીસ દળના જવાનોએ માઇનસ 30 ડિગ્રી સેલ્સિયલ તાપમાનની વચ્ચે તિરંગો ફરકાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.
2/3
સમગ્ર દેશમાં આજે 70મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્ધ્વજ ફરકાવ્યો હતો. પરેડ સવારે 9.50 વાગ્યે વિજય ચોકથી શરૂ થઈ અને રાજપથ, ઈન્ડિયા ગેટ, તિલક માર્ગ, બહાદુર શાહ જફર માર્ગ અને નેતાજી સુભાષ માર્ગથી થઈને લાલ કિલ્લા મેદાન તરફ પહોંચી હતી. આ વખતની પ્રજાસત્તાક પરેડના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા છે.
3/3
ITBPએ ટ્વિટર પર જવાનોના તિંરગો ફરકાવવાના અને 18 હજાર ફુટની ઉંચાઈ પર ભારત માતાની જયના નારા લગાવતા વીડિયો શેર કર્યા છએ. આ વિસ્તાર ભારત-ચીન સરહદની નજીક છે. એવામાં ભારતીય જવાનો માઈનસ 30 ડીગ્રી તાપમાનમાં સરહદ પર ઉભા રહે છે. ડોકલામ વિવાદ બાદ આ વિસ્તારમાં જવાનોએ સુરક્ષા વધારી દિધી છે.