Health : શું આપ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છો? તો આ બીમારીનું જોખમ વધશે, સંશોધનનું તારણ
ઇન્ફ્લેમેશન એટલે કે સોજો એક ગંભીર રોગનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી સ્થિતિમાં તેનો સમયસર નિદાન અને ઇલાજ થવો જરૂરી છે. આપને જાણીને નવાઇ લાગશે પરંતુ સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ સોજા સંબંધિત આ બીમારી થઇ શકે છે.
Social Media Sideeffects: શું તમે પણ એવા લોકોમાંથી એક છો જે સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે, તો હવે તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેનાથી સોજાની સમસ્યા થઇ શકે છે અને જ્યારે તે સોજા વધે છે, તો ઘણા ગંભીર રોગો પણ થઈ શકે છે. જી હાં આ મામલે એક સંશોધન થયું છે. જેના આધારે કહી શકાય કે સોશિયમ મીડિયાનું વળગણ આપને આ બીમારી તરફ દોરી જાય છે. કેવી રીતે જાણીએ..
સોશિયલ મીડિયા એડિકશનનું નુકસાન
જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર હોય છે ત્યારે તે પોતાનો સમય ઘરમાં જ વિતાવે છે, પરંતુ આ સમયે લોકો સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરે છે. હવે આ જ વાત અભ્યાસમાં સાબિત થઈ છે કે જે લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે તેઓમાં સોજાની સમસ્યાવધી જાય છે.
નવું સંશોધન શું કહે છે
માણસ એક સામાજિક પ્રાણી છે અને જ્યારે પણ તે બીમાર થાય છે, ત્યારે તે એવા લોકોને શોધે છે કે જેની સાથે તે તેની પીડા શેર કરી શકે, તેથી તે આ સમયે સોશિયલ મીડિયાનો સહારો લે છે.ન્યુયોર્કની યુનિવર્સિટી ઓફ બફેલોમાં કોમ્યુનિકેશન પ્રોફેસરે સંશોધન હાથ ધર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે. જ્યારે લોકો બીમાર હોય છે અને ઘર પર જ સમય વિતાવે છે ત્યારે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. જેના કારણે તે કારણે શરીરમાં સોજાની સમસ્યા વધી જાય છે અને તે ગંભીર બીમારી તરફ દોરી જાય છે.
શા માટે શરીરમાં સોજા થાય છે?
સોજાની સમસ્યા શરીરમાં સામાન્ય હોય છે જ્યારે તે વધી જાય છે ત્યારે તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. જો આ સમસ્યાની સ્થિતિ લાંબો સમય સુધી રહે તો તેના કારણે ઓટોઇમ્યુન ડિસીઝનો ખતરો રહે છે, એટલું જ નહીં, બ્લડ પ્રેશર, હૃદય રોગ, અસ્થમા જેવા ફેફસાના રોગોની સમસ્યા પણ સોજોના કારણે વધી જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )