(Source: ECI/ABP News/ABP Majha)
Bloodpressure Control: આ યોગ કરવાથી બ્લડ પ્રેશરને કરી શકાશે કંટ્રોલ, જુઓ કેટલો છે ફાયદાકારક
લોકો ત્રસ્ત લાઈફસ્ટાઈલ અને તણાવના કારણે હાઈ બીપીના શિકાર થઈ રહ્યા છે. ઘણી વખત ઉંમર, કિડનીની બિમારીઓ, એક્સરસાઈઝ ન કરવી, જેનેટિક કારણ, મોટાપા અને ઘણા અન્ય કારણોથી પણ હાઈ બીપી સમસ્યા થવા લાગે છે. પહેલા 50 વર્ષની ઉંમર પછી આ સમસ્યા થતી હતી. પણ આજ કાલના યુવાનોમાં પણ બ્લડપ્રેશર સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ રહી છે.
આજ કાલ મોટાભાગના લોકો હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડીત છે. લોકો ત્રસ્ત લાઈફસ્ટાઈલ અને તણાવના કારણે લોકો હાઈ બીપીના શિકાર થઈ રહ્યા છે. ઘણી વખત ઉંમર, કિડનીની બિમારીઓ, એક્સરસાઈઝ ન કરવી, જેનેટિક કારણ, જાડાપણું અને ઘણા અન્ય કારણોથી પણ હાઈ બીપી સમસ્યા થવા લાગે છે. પહેલા 50 વર્ષની ઉંમર પછી આ સમસ્યા થતી હતી. આજ કાલના યુવાનોમાં પણ બ્લડપ્રેશર સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ રહી છે. બ્લડપ્રેશર વધે તો રોજિંદા જીવનમાં ખાવા પીવામાં ફેરફાર કરવા જરૂરી છે. તમે યોગ દ્વારા પણ વજન ઘટાડી શકો છો. જાણો યોગથી કેવી રીતે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.
યોગથી કરો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ
વીરાસનઃ વીરાસન સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે કોઈ પણ યોગ જેનાથી શ્વાસની સમસ્યાનું સમાધાન થતું હોય તો તે હાઈ બીપી વાળા લોકો માટે ફાયદાકારક નીવડે છે. વીરાસન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે અને તણાવ ઓછો થાય છે.
કેવી રીતે કરશો
1- જમીન પર ઘુંટણે બેસવું
2- બન્ને હાથોને ઘુંટણ પર રાખો
3- તમારા હિપ્સને એડિ વચ્ચે રાખો અને ઘુંટણ વચ્ચેના અંતરને ઓછું કરો
4- નાભિને અંદર ખેંચો
5-થોડીક વાર આ રીતે જ રહો 30 સેકન્ડ પછી આરામ કરો
શવાસનઃ શવાસન કરવાથી હાઈબીપીનું લેવલ એકદમ કંટ્રોલમાં આવી જાય છે અને શરીરને આરામ મળે છે.
કેવી રીતે કરશો
1. યોગા મેટ પર પીઠના ભાગે સૂઈ જાવ
2. આંખ બંધ કરી લો
3. પગને ફેલાવી લો
4. પગને આરામ આપો
5. બન્ને હાથોને શરીરને બન્ને સાઈડ અડાડ્યા વગર રાખો
6. હથેળીને ધીમે ધીમે ફેલાવો અને આખા શરીરને આરામ આપો
7. ઊંડો અને ધીમો શ્વાસ લો અને 30 સેકન્ડ સુધી કરો, પછી રિલેક્સ થઈ જાવ
બાલાસનઃ બાલાસન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે, શરીર રિલેક્સ થાય છે અને સાથે જ હિપ્સ અને કરોડ રજ્જુના હાડકાને પણ ફાયદો મળે છે.
કેવી રીતે કરશો
1- યોગ મેટ પર વજ્રાસનમાં બેસો
2- ધીમે ધીમે શ્વાસ લો અને હાથને માથા પર લઈ જાવ
3- ધીમે ધીમે શ્વાસ છોડો અને આગળની તરફ નમી જાવ ત્યારબાદ માથાને જમીન પર ટિકાવી દો
4- આવું કરતી વખતે, શ્વાસ પર ધ્યાન આપો
5. 30 સેકન્ડ સુધી યોગ કરો પછી શરીરને આરામ આપો
નોંધઃ આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી તમામ રીત અને દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી. આને માત્ર સૂચન તરીકે લેજો. આ પ્રકારના કોઈ પણ ઉપચાર/દવા/ડાયટ પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેજો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )