Health : સ્વીટ ખાવાના શોખિન છો? તો મીઠાઇ ખાવાની આ રીત જાણી લો નહિ કરે નુકસાન
સેલિબ્રિટી ડાયેટિશિયનના મીઠાઈ ખાવાના 5 નિયમો વિશે વાત કરશે. આને ખાધા પછી તમે ન તો સ્થૂળતાથી પીડાશો અને ન તો કોઈ રોગ થશે.
Health :મીઠાઈ ખાવાના શોખીન લોકો માટે કોઇ પણ ફેસ્ટિવલનું બસ બહાનુ જોઇએ છે. મીઠાઈ ખાવાના શોખીન લોકોને લાડુ, ગુલાબજામુનથી માંડીને જલેબી, કાજુની કટલી, ચોકલેટની મીઠાઈઓ જેવી અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ખાવાનો મોકો મળે પછી તો કહેવું જ શું, પરંતુ જે લોકોને મીઠાઈ પસંદ છે તેનું શું?એવોઈડ કરવું કે પરેજી પાળવી આજે આપણે એક પ્રખ્યાત સેલિબ્રિટી ડાયટિશિયનના મીઠાઈ ખાવાના 5 નિયમો વિશે વાત કરીશું. આને ખાધા પછી તમે ન તો સ્થૂળતાથી પીડાશો અને ન તો કોઈ રોગ થશે. આ 5 નિયમોમાં મીઠાઈ ખાવાની રીત અને સાચો સમય પણ જણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તમે આ રીતે મીઠાઈઓ ખાશો તો તમે સ્થૂળતાનો શિકાર બિલકુલ નહીં બનો.
ડાયટિશિયનના મતે આપણે ક્યારેય જૂની મીઠાઈઓ ખાવાનું બંધ ન કરવું જોઈએ. ઘૂંઘરા, બરફી, હલવો, મોહનથાળ, જેવી મીઠાઈઓ આપણા તહેવારની ઓળખ છે, તેથી તેને ખાવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આપણા દાદા-દાદીના સમયથી જે મીઠાઈઓ બનાવવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તેને ખાવાથી કોઈ નુકસાન નથી પરંતુ ફાયદો જ થાય છે. સાથે જ, જો તમે મીઠાઈ ખાવાના ખૂબ જ શોખીન છો તો આ નિયમ પ્રમાણે ખાઓ અને કોઈપણ રોગ તમને ક્યારેય તેનો શિકાર નહીં બનાવે.
મીઠાઈ ખાવાનો યોગ્ય સમય
જ્યારે તમે ભોજન કરો છો ત્યારે તમારે મીઠાઈઓ ખાવી જોઈએ. જેમ કે સવારના નાસ્તામાં બરફી, બપોરના ભોજનમાં હલવો કે ખીર અને સાંજના નાસ્તામાં લાડુ કે કાજુ કટલી. માત્ર ભોજન વિના મીઠાઈ ખાવાનું ટાળો.
ઘણી બધી મીઠાઈઓ ખાવાને બદલે દિવસમાં એક મીઠાઈ ખાઓ
ડાયટિશ્યનના મત મુજબ દરરોજ એક મીઠાઈ ખાવાનું સૂચન કરે છે. જો તમને ઘણી બધી મીઠાઈઓ ખાવાની તલપ હોય. તો તમે આ મીઠાઈને ટુકડાઓમાં વહેંચી શકો છો. જેમ તમે એક વાર સવારે અને એક વાર સાંજે મીઠાઈનો ટુકડો ખાધો. મીઠાઈ ખાતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તે તાજી હોવી જોઈએ.
સુગર ફ્રી મીઠાઈઓથી દૂર રહો
તમારે શુગર ફ્રી મીઠાઈઓથી દૂર રહેવું જોઈએ કારણ કે તેને ખાધા પછી તમને ક્રેવિગ શાંત નથી થતી અને વધુ ખાવાનું મન થાય છે. તેથી તેનાથી દૂર રહો. ચોકલેટ અને બ્રાઉને પણ અવોઇડ કરો.
ઘરે બનાવેલી મીઠાઈઓ ખાઓ
જો તમે ઘરે બનાવેલી મીઠાઈઓ ખાશો તો તેનાથી તમારા શરીરને કોઈ નુકસાન નહીં થાય. કારણ કે તમે જાણો છો કે તમે તેમાં શું મૂક્યું છે. દુકાનમાંથી ખરીદેલી મીઠાઈઓ ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )