Health: શું આપ સપ્તાહની શાકભાજી સાથે જ ખરીદી લો છો તો સાવાધાન, જાણો નુકસાન
શાકભાજીમાં મળતા પોષક તત્વો શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તેને ખરીદવાથી લઈને રાંધવા સુધી યોગ્ય પદ્ધતિ જાળવવી જોઈએ.
Health:શાકભાજીમાં મળતા પોષક તત્વો શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તેને ખરીદવાથી લઈને રાંધવા સુધી યોગ્ય પદ્ધતિ જાળવવી જોઈએ. જો તેમાં બેદરકારી રાખવામાં આવે તો અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.
લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોસમી શાકભાજીના ઘણા ફાયદા છે. તેનું સેવન કરવાથી શરીર એકદમ સ્વસ્થ રહે છે. ડોક્ટરની સલાહ છે કે, જો આપણે દરરોજ અલગ-અલગ રંગોની શાકભાજી ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશે. જોકે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કરીને સિઝનલ શાકભાજીનો આરોગ્યને પૂરો લાભ મળી શકે. ચાલો જાણીએ
શાકભાજી ખાવાની રીત
- રોટલી શાક ખાઇએ ત્યારે દરેક બાઇટમાં શાકભાજી અને રોટલીની માત્રા સમાન અથવા ચોખા બમણી હોવી જોઈએ.
- સવારે અને સાંજે એક વાટકી લીલા શાકભાજી ખાવો જોઈએ. શરીર શાકભાજીમાં રહેલા વિટામિન B અને C નો સંગ્રહ કરી શકતું નથી, તેથી તે દરરોજ સેવન જરૂરી છે.
- કઠોળને રાંધતા પહેલા લગભગ 10-12 કલાક પલાળી રાખવાથી કેટલાક હાનિકારક તત્વો દૂર થાય છે.
- બટાકામાં ચોખા અને રોટલીની જેમ જ સ્ટાર્ચની ભરપૂર માત્રા હોય છે. તેથી, બટાકા શરીર માટે તે જ કામ કરે છે, જે રીતે ભાત અને રોટી કરે છે.
- કોબીજ અને પાલક જેવા પાંદડાવાળા શાકભાજીને સલાડ તરીકે ખાતા પહેલા તેને અલગ કરીને સારી રીતે ધોઈ લેવા જોઈએ. તેને 5 મિનિટ સુધી હૂંફાળા પાણીમાં બોળી રાખવું.
- કોઈપણ પાર્ટીમાં ખાવા જાવ તો સલાડ ખાવાનું ટાળો. કાચા શાકભાજી ખાવાથી ચેપનું જોખમ વધે છે, તેથી રાંઘેલા બાફેલા શાક ખાવા વધુ સ્વાસ્થ્યવર્ધી છે.
- રસ્તાના કિનારે કાપીને વેચવામાં આવતા સલાડ ખાવાનું પણ ટાળો.
1. શાકભાજીમાં મળતા પોષક તત્વો શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તેને ખરીદવાની અને તેને રાંધવાની પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ.
2. ઘણા લોકો અઠવાડિયામાં એકવાર બજારમાં જાય છે અને આખા અઠવાડિયા માટે શાકભાજી ખરીદે છે. આ પદ્ધતિ ખોટી છે.
3. તાજા શાકભાજી જ ખરીદો. સુકાઈ ગયેલા શાકભાજી ક્યારેય ન ખરીદો. તેના પોષણતત્વનો પૂરો લાભ નથી મળતો
4. દિવસ દરમિયાન શાકભાજી ખરીદો અને રાત્રે નહીં, કારણ કે જ્યારે અંધારું હોય ત્યારે તેનો રંગ કૃત્રિમ પ્રકાશની સામે જોઈ શકાતો નથી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )