શોધખોળ કરો

Heatwave Warning : હિટવેવને લઇને હવામાન વિભાગ ચેતાવણી, જાણો લૂ કેવા લોકો માટે વધુ બની શકે ખતરનાક

Heatwave Warning : ઉનાળાની ઋતુમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે હીટવેવ ગંભીર સમસ્યા બની શકે છે. હવામાન વિભાગે પહેલાથી જ ચેતવણી જાહેર કરી દીધી છે. આવી સ્થિતિમાં દરેકે સાવચેત રહેવાની જરૂર છે.

Heatwave Warning : એપ્રિલ મહિનો શરૂ થઇ ગયો છે. હવે અકળાવી દેનાર ગરમી બીમાર કરી શકે.  દેશના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આગામી દિવસોમાં હજુ વધુ વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે આ ઉનાળામાં હીટ વેવને લઈને ચેતવણી પણ આપી છે, જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ જીવલેણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે હીટવેવ કોના માટે વધુ ખતરનાક છે અને તેનાથી બચવાના ઉપાય શું છે...

હીટવેવ શું છે

જ્યારે કોઈ વિસ્તાર લાંબા સમય સુધી આકરા તાપમાં રહે છે ત્યારે તેને લૂ લાગી જવાની શક્યતા વધી જાય છે. જ્યારે વાતાવરણમાં હવાનું દબાણ અને ભેજનો અભાવ હોય ત્યારે તે હિટવેવી સ્થિતિ બને છે.  આ સમયગાળા દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે, જે શરીર માટે જોખમી હોઈ શકે છે. હીટવેવની અસરને કારણે શરીરના તાપમાનનું સંતુલન ખોરવાઈ જાય છે, જેના કારણે હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે.

હીટવેવથી કોના માટે વધુ જોખમી?

  1. બાળકો અને વૃદ્ધો

બાળકો અને વૃદ્ધોનું શરીર આકરી  ગરમી સહન કરી શકતું નથી. બાળકોના શરીરમાં  બળતરા અને ડિહાઈડ્રેશનની અસર સરળતાથી થઈ શકે છે, જ્યારે વૃદ્ધોના શરીરમાં તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા ઓછી હોય છે. આ કારણોસર, તેમને હીટવેવથી બચાવવા માટે ખાસ સાવચેતી રાખવી જોઈએ.

  1. સગર્ભા મહિલાઓ

જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, તો હીટવેવ દરમિયાન તેના શરીરનું તાપમાન પણ ઝડપથી પ્રભાવિત થઈ શકે છે, જે માત્ર માતાના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ગર્ભાશયમાં રહેલા બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ અને લાંબા સમય સુધી તડકામાં ન રહેવું જોઈએ.

  1. બહાર કામ કરતા લોકો

ઉનાળામાં, ખેતરોમાં કામ કરતા ખેડૂતો, રસ્તા પર કામ કરતા મજૂરો અને અન્ય લોકો અથવા ખુલ્લી જગ્યામાં કામ કરતા લોકોને હીટવેવનું જોખમ વધુ હોય છે. તેમની વધુ પડતી શારીરિક પ્રવૃત્તિને કારણે, તેઓ વધુ પરસેવો પાડે  છે, જે શરીરમાં ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક તરફ દોરી શકે છે.

  1. બીમાર લોકો

જે લોકો પહેલેથી જ બીમાર છે, જેમને હ્રદયરોગ, શ્વસન સંબંધી સમસ્યાઓ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ છે, તેઓને પણ હીટવેવ દરમિયાન વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગરમી તેમની બીમારીને વધુ ઉત્તેજિત કરી શકે છે. તેનાથી સમસ્યાઓ વધી શકે છે.

  1. આઉટડોર રમતા ખેલાડીઓ

જે લોકો નિયમિતપણે બહાર રમતો રમે છે અથવા લાંબા સમય સુધી દોડે છે તેઓ પણ ઉનાળામાં વધુ સાવચેત રહેવું જોઈએ, કારણ કે ભારે ગરમીમાં શરીરનું તાપમાન વધતા હીટ સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

હીટવેવથી બચવાના ઉપાય

  • ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. તેથી વ્યક્તિએ પુષ્કળ પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી, કાકડી, તરબૂચ જેવા હાઇડ્રેટિંગ ખોરાકનું સેવન કરો.
  • હીટસ્ટ્રોકથી બચવા માટે તડકામાં બહાર જવાનું ટાળો, ખાસ કરીને દિવસના મધ્યમાં જ્યારે તાપમાન વધારે હોય. જો બહાર જવું જરૂરી હોય તો છાયામાં ચાલો, ઢીલા કપડાં પહેરો, માથું ઢાંકો ગોગલ્સનો ઉપયોગ કરો.
  • ઉનાળામાં હળવા, સુતરાઉ અને ઢીલા કપડા પહેરો, જેથી શરીરમાં હવા યોગ્ય રીતે વહી શકે અને શરીરનું તાપમાન નિયંત્રિત રહે.
  • આ સિઝનમાં વધુ પડતો શારીરિક શ્રમ ટાળો. બહાર રમવાથી અને સખત મહેનત કરવાથી શરીર પર વધુ દબાણ આવે છે, જે ગરમીની અસરને વધુ વધારી શકે છે.
  • હીટવેવ દરમિયાન શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધી શકે છે. તેને નિયંત્રણમાં રાખવા માટે, ઠંડા પાણીથી સ્નાન કરો, એર કન્ડીશનર અથવા પંખાનો ઉપયોગ કરો અને માત્ર ઠંડી વસ્તુઓ જ ખાઓ. પાણીયુક્ત ફળોનું વધુ સેવન કરો જેથી હાઇડ્રેઇટ રહી શકાય.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Embed widget